Not Set/ હાઇકમાન્ડ માટે ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની વરણી માથાના દુખાવા સમાન,જગદીશ ઠાકોર દિલ્હી પહોચ્યા

  રાજયમાં કોંગ્રેસ અધ્યક્ષના નામની ચર્ચામાં સૈાથી મોખરે નામ દિપક બાબરિયાનું આવતા અનેક વરિષ્ઠ નેતાઓ નારાજ થયા છે 

Top Stories Gujarat

ગુજરાતમાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદના લીધે લાંબા સમયથી રાજયમાં સત્તાથી વંચિત છે,કોંગ્રેસમાં આજે પણ જૂથબંધી માથાનો દુખાવો છે,પરતું કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો છે ,છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે હાઇકમાન્ડ અગ્રેસર છે, જેના ભાગ રૂપે રાજ્યના  પ્રમુખ પદ માટે દીપક બાબરિયાનું નામ આવતા  કોંગ્રસમાં  હોબાળો મચી  ગયો છે અને દિગ્ગજ નેતા દિલ્હીમાં દોડી ગયા છે,  રાજયમાં કોંગ્રેસ અધ્યક્ષના નામની ચર્ચામાં સૈાથી મોખરે નામ દિપક બાબરિયાનું આવતા અનેક વરિષ્ઠ નેતાઓ નારાજ થયા છે

ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર દિલ્હી પહોચ્યા છે., આ ઉપરાંત ભરત સિંહ સોલંકી હાઇકમાન્ડ સાથેની મુલાકાત કરીને પરત ફર્યા છે. કોંગ્રેસમાં હજુપણ પ્રદેશ પ્રમુખ માટે ઘમાસાણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખની નિણમૂક હાઇકમાન્ડ માટે માથાનો દુખાવા સમાન છે,ગુજરાતમાં મૃતપાય કોંગ્રસને ક્યારે પ્રદેશ પ્રમુખ મળશે તેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા
જગદીશ ઠાકોર પહોંચ્યા દિલ્હી
પ્રમુખ પદ માટે દીપક બાબરિયાનું નામ આવતા દોડધામ
ભરતસિંહ પણ દિલ્હી બેઠક કરી ફર્યા પરત
કોંગ્રેસમાં પ્રમુખ પદને લઇને ઘમાસાણ