FMCG માર્કેટના બે મોટા ખેલાડી એક થઈ રહ્યાં છે. હિન્દુસ્તાન યુનીલીવર કંપની અને GlaxoSmithKline (GSK) કંપનીનું મર્જર થવાનું છે. યુનીલીવર કંપનીએ હોરલીક્સને ખરીદી લીધું છે.
આ ડીલ 31,700 કરોડ રૂપિયામાં થઇ છે. આ ડીલ ભારતની સૌથી મોટી ડીલ છે કન્ઝ્યુમર ગુડ્સ માટેની. આ મર્જરથી કંપનીને ઘણો ફાયદો થશે.
હિન્દુસ્તાન યુનીલીવર (HUL) ના ચેરમેન સંજીવ મેહતાએ જણાવ્યું કે, ‘GSKCH India કંપની સાથેનાં મર્જર બાદ અમે ગ્રાહકોની ન્યુટ્રીશનની જરૂરિયાતને પહોચી વળવા નવી બ્રાન્ડ લોન્ચ કરશું,નવી પ્રોડ્કટ ઉમેરશું.’ વધુમાં એમણે જણાવ્યું હતું કે, ‘અમારાં ફૂડ અને રિફ્રેશમેન્ટ બીઝનેસનું ટર્નઓવર 10,000 કરોડ ઉપર જતું રહેશે અને અમે દેશનાં સૌથી મોટી F&R બીઝનેસ કંપની બની જશું.’
હોરલીક્સ ભારતમાં પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ બ્રિટીશથી આવ્યું હતું.
