Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં દાણીલીમડા વોર્ડ (Danilimda Ward)માં એએમસી (AMC) દ્વારા પૂરૂં પાડવામાં આવતું પાણી છેલ્લા કેટલાય દિવસોથી ડહોળું આવવાથી લોકો હેરાન થઈ ગયા છે. ગંદુ પાણી પીવાથી ફેલાતા રોગચાળાનાં કારે તંત્રને અનેક અરજીઓ કરવા છતાં નિકાલ ન આવતા SWAGAT કાર્યક્રમમાં ફરિયાદ કરવાની ચીમકી ભરી છે.
અમદાવાદમાં દાણીલીમડા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Centre) નજીક ઝહરા રેસીડેન્સી સામે આવેલ શાહેઆલમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તથા બાજુમાં આવેલી નૂરે અહેમદી સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરૂં પાડવામાં આવતું પાણી છેલ્લા વીસેક દિવસથી એકદમ ડહોળું આવે છે. ઉપરાંત, દસ પંદર મિનિટ બાદ બંધ થઈ જાય છે અને છેલ્લે છેલ્લે ફરી ડહોળું પાણી આવે છે. રહીશો દ્વારા લેખિત અને ઓનલાઈન અરજીઓ કરવા છતાં હજી સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી.
જેથી રહીશો દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડી પ્રેશર વધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને વિનંતી કરવામાં આવી છે તેમજ સોસાયટીના સભ્યો દ્વારા મુખ્યમંત્રીના SWAGAT કાર્યક્રમમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.
આ પણ વાંચો:પાટણના કાકોશી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
આ પણ વાંચો:પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવશે સરકાર, રાજ્યમાં ટોલ ફ્રી નંબર જાહેર
આ પણ વાંચો:નારણપુરા રણ વિસ્તારમાં ૨૦ દિવસથી પીવાના પાણીની સમસ્યા
