Patan News/ પાટણના કાકોશી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કાકોશીમાં પાણીના પ્રશ્નનો ઝડપી ઉકેલ આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.

Top Stories Gujarat

Patan News: પાટણ (Patan)ના સિદ્ધપુર (Siddhpur)માં કાકોશી ગામ (Kakoshi Village)માં પીવાના પાણીની સમસ્યાને લઈ સામાજિક ન્યાય સમિતિ (Social Justice Committee) ચેરમેન દ્વારા કલેક્ટર અને DDOને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.  ગ્રામજનો દ્વારા કલેકટર અને DDOને પીવાના પાણીનો બોર મંજૂર કરાય તેવી રજુઆત કરાઈ છે.

ઉનાળો (Summer) શરૂ થતાંની સાથે પાણીની સમસ્યા (Problems of Drinking Water) ઘણો મોટો પ્રશ્ન બની જાય છે. ઠેર ઠેર પીવાના પાણી માટે લોકો વલખાં મારતા પણ જોવા મળ્યાં છે. ગુજરાતમાં જીવાદોરી સમાન ગણાતી, નર્મદા, સાબરમતી, તાપી, ભાદર, પૂર્ણા સહિત અનેક નદીઓમાં ઉનાળામાં કેટલીક વખત પાણી ઓછું થઈ જતું પણ જોવા મળે છે. પાટણ જીલ્લામાં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં પીવાના પાણી (Water) માટે લોકોને વલખાં મારવા પડે છે. અહીં છેલ્લા ઘણાં મહિનાઓથી લોકો માટે તરસી રહ્યાં છે.

પીવાના પાણીની સમસ્યા સરકાર જલ્દી સાંભળે તે માટે સામાજીક ન્યાય સમિતિના ચેરમેને પાટણ કલેક્ટર (Collector) અને DDOને આવેદનપત્ર પાઠવ્યું છે. કાકોશી ગામમાં 6 માસ અગાઉ બે બોર્ડ ફેલ થઈ ગયાનું પણ સામે આવ્યું છે. પાણીનાં બોર માટેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં આવેદનપત્ર આપવું પડ્યું છે. ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે ત્યારે કાકોશીમાં પાણીના પ્રશ્નનો ઝડપી ઉકેલ આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.

પાટણની રાધનપુર નગરપાલિકામાં રાધનપુરના લોકો પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પીવાના પાણીની સમસ્યા અને સાફ-સફાઈની સમસ્યાને લઈ વહીવટદાર અને મામલતદારને માહિતગાર કરવામાં આવ્યાં છે. ઉનાળામાં ગરમી રેકોર્ડ તોડી રહી છે ત્યાંરે પાણી શુદ્ધ અને પુરતા પ્રમાણમાં મળે તે સ્વભાવિક છે.

પાટણ જિલ્લાના રાધનપુર (Radhanpur) નગર પાલિકા કચેરી ખાતે રાધનપુર શહેરી વિસ્તારમાં પીવાની પાણીના સમસ્યાને લઈને નાગોરીવાસની મહિલાઓ અને પુરુષો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. પીવાના પાણીની સમસ્યા અને સાફ-સફાઈની સમસ્યાને લઈને નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના વહીવટદાર અને રાધનપુરના મામલતદાર પાસે રજૂઆત કરી હતી.

અગાઉ સુરેન્દ્રનગર (Surendranagar)માં આકરા ઉનાળામાં અગરિયાઓ પીવાના પાણી માટે તરસી રહ્યા હોવાનું સામે આવ્યું હતું, તંત્રને આ અંગે પણ જાણ કરી હતી તેમ અગરિયાઓનું કહેવું હતું. પાણી પુરવઠા દ્વારા કોન્ટ્રાક્ટ મારફતે પીવાના પાણીના ટેન્કર સમયસર ન પહોંચાડવામા આવતા છેલ્લા ૨૦ દિવસથી નવી નારણપુરા રણ વિસ્તારમાં અગરીયા પાણી માટે તરસી રહ્યા છે તાજેતરમાં સરકાર દ્વારા ખારાઘોડાથી બ્રોમીન ફેક્ટરી સુધી 1 કરોડ 34 લાખનો રોડ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ અગરિયાઓને શિક્ષણ, પાણી અને આરોગ્યલક્ષી સુવિધાથી વંચિત રહ્યા છે.

રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પેયજળને (Drinking Water) લાગતી સમસ્યાને બનતી ત્વરાએ નિકાલ લાવવા પાણી પુરવઠા વિભાગ (Water Supply) દ્વારા 1916 ટોલ ફ્રી નંબર અને www.watersupply.gujarat.gov.in વેબસાઈટ અમલી બનાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવશે સરકાર, રાજ્યમાં ટોલ ફ્રી નંબર જાહેર

આ પણ વાંચો:નવી નારણપુરા રણ વિસ્તારમાં ૨૦ દિવસથી પીવાના પાણીની સમસ્યા

આ પણ વાંચો:ભર ઉનાળે રાધનપુરમાં પીવાના પાણીની સમસ્યાઓ, લોકોને કરી રજૂઆતો