Ahmedabad News/ અમદાવાદનાં સેટેલાઈટમાં તબીબ પિતાની પુત્રએ કરી નિર્મમ હત્યા, માતાએ નોંધાવી ફરિયાદ

તીક્ષ્ણ હથિયાર વડે પુત્રએ જ પિતાની હત્યા કરી દેતાં પરિવારમાં માતમ છવાયો છે. ડૉ. નરેશ કિરવાણીની હત્યા કરી પુત્ર ફરાર થઈ ગયો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં પિતા-પુત્રનાં સંબંધો લજવાયા છે. સેટેલાઈટ વિસ્તારમાં તબીબની પુત્રએ નિર્મમ હત્યા કરી દેતાં માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી પુત્ર રોની કિકવાણી પિતાની હત્યા કરી ફરાર થઈ ગયો છે. સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી સઘન તપાસ આરંભી છે.

અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં હચમચાવી દેતી ઘટના બની છે. સેટેલાઈટ વિસ્તારમાં વૈભવ ટાવરમાં રહેતા સગા દીકરાએ પિતાનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તીક્ષ્ણ હથિયાર વડે પુત્રએ જ પિતાની હત્યા કરી દેતાં પરિવારમાં માતમ છવાયો છે. ડૉ. નરેશ કિરવાણીની હત્યા કરી પુત્ર ફરાર થઈ ગયો છે. આરોપી પુત્ર રોની કિકવાણી પિતાની હત્યા કરતા માતાએ પોતાના પુત્ર સામે કાળજું કઠણ રાખી પોલીસ ફરિયાદ કરી છે. સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી સઘન તપાસ આરંભી છે તેમજ ફરાર થયેલ હત્યારા પુત્રની શોધખોળ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક