Hazira Ghogha/ PM મોદી સી પ્લેન બાદ રો-પેક્સ ફેરી સેવા શરૂ કરશે, જાણો તેના ફાયદાઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારનાં રોજ ગુજરાતનાં હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલ અને રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રો-પેક્સ અને ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરશે.

Top Stories

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારનાં રોજ ગુજરાતનાં હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલ અને રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રો-પેક્સ અને ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરશે. આ ગુજરાતમાં રો-પેક્સ ફેરીની બીજી સેવા બનશે. સુરતનાં હજીરાથી ભાવનગરનાં ઘોઘા વચ્ચે આ પહેલી રો-પેક્સ ફેરી સર્વિસ હશે.

પીએમઓએ કહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી આ પ્રસંગે સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે. આ પ્રસંગે શિપિંગ રાજ્યમંત્રી અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહેશે. રો-પેક્સ ફેરી વીસલ ‘વોયેજ સિમ્ફની’ એક ત્રણ માળનું વહાણ છે. હજીરાથી શરૂ થતો રો-પેક્સ ટર્મિનલ 100 મીટર લાંબો અને 40 મીટર પહોળો હશે. તેમાં 25 કરોડનો ખર્ચ થશે. તેમાં પાર્કિંગ સબસ્ટેશન, વોટર ટાવર અને વહીવટી કચેરી જેવી સુવિધાઓ પણ હશે.

તેના ફાયદા જાણો

– તે જળમાર્ગનો ઉપયોગ કરીને દેશનાં આર્થિક વિકાસ સાથે સંકલન કરવાનું કામ કરશે.

– હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સેવા ક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં પ્રવેશદ્વાર તરીકે સેવા આપશે.

– તેનાથી ઘોઘા અને હજીરા વચ્ચે 370 કિ.મી.નું અંતર 90 કિ.મી. થઇ જશે. જેના કારણે, ઘોઘા હજીરાથી માત્ર 4 કલાકમાં પહોંચી શકાય છે.

– કાર્ગો પરિવહનનો સમયગાળો 10-12 કલાકથી ઘટીને 4 કલાક સુધી થવાથી ઈંધણનો ખૂબ બચાવ પણ થશે.

– આ ઉપરાંત વાહનોની જાળવણીમાં પણ ઘટાડો થશે.

– ફેરી સેવા હજીરા-ઘોઘા રૂટ પર દરરોજ 3 રાઉન્ડ ટ્રીપ કરશે. પાંચ લાખ મુસાફરો, 50  હજાર ટુ-વ્હીલર્સ, 30 હજાર ટ્રક અને 80 હજાર પેસેન્જર વાહનો લઇ જવાનું શક્ય છે.