Vadodara News/ વડોદરામાં પ્રખ્યાત ‘જગદીશ ફરસાણ’માં ગ્રાહકને પીરસાયા સડેલા સમોસા, વીડિયો વાયરલ

Vadodara એક્સપ્રેસ હાઈવે પર રિલાયન્સ પ્લેસમાં આવેલી જગદીશ ફરસાણ દુકાનમાં સમોસામાંથી સડેલા બટાકા નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો છે. 10-15 દિવસ જૂનું વાસી ફૂડ અપાતાનો આક્ષેપ.

Top Stories Gujarat Vadodara
Vadodara Jagdish Farsan Samosa Video

Vadodara Jagdish Farsan Samosa Video: ગુજરાતમાં ખાણી-પીણીની નામાંકિત બ્રાન્ડ્સ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હવે આ કડીમાં વડોદરાથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા રિલાયન્સ પ્લેસ (Reliance Place) માં પ્રખ્યાત ‘જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ’ (Jagdish Farsan Pvt Ltd) ના આઉટલેટ પર એક ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો છે. અહીં ગ્રાહકે ખરીદેલા સમોસામાંથી સડેલા બટાકા નીકળ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

Vadodara : વાસી ફૂડ ગરમ કરીને અપાતું હોવાનો આક્ષેપ

મળતી વિગતો અનુસાર, એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા એક ગ્રાહકે રિલાયન્સ પ્લેસ સ્થિત જગદીશ ફરસાણના સ્ટોલ પરથી ખાવા માટે સમોસા ઓર્ડર કર્યા હતા. જોકે, જેવા જ સમોસા ખાવા માટે તોડ્યા, કે તેમાંથી સડેલા બટાકાનું માવું નીકળ્યું હતું. ગ્રાહકનો આરોપ છે કે, આ આઉટલેટ પર ગ્રાહકોને આકર્ષવા માટે 10 થી 15 દિવસ જૂનું વાસી અને સડેલું ફૂડ ફ્રીઝરમાં સ્ટોર કરી રાખવામાં આવે છે અને જ્યારે કોઈ ઓર્ડર આપે ત્યારે તેને માત્ર ઓવનમાં ગરમ કરીને પીરસી દેવાય છે.

Vadodara Jagdish Farsan Samosa Video

કર્મચારી અને ગ્રાહક વચ્ચે બોલાચાલી

આ ગંભીર બેદરકારી સામે આવતા જ ગ્રાહકે તાત્કાલિક ત્યાં હાજર સ્ટોરના કર્મચારીઓનો ઉધડો લીધો હતો. આ દરમિયાન ગ્રાહક અને આઉટલેટના સ્ટાફ વચ્ચે ભારે બોલાચાલી અને જીભાજોડી થઈ હતી. જાગૃત ગ્રાહકે આ આખી ઘટનાનો લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપલોડ કરી દીધો હતો. વીડિયોમાં ગ્રાહક તંત્રની ફૂડ સેફ્ટી વિંગ (Food Safety Department) ની નબળી કામગીરી સામે પણ આકરા સવાલો ઉઠાવતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

‘જગદીશ ફરસાણ’ જેવી આટલી મોટી અને પ્રતિષ્ઠિત ફૂડ બ્રાન્ડના આઉટલેટ પર ગ્રાહકોના પૈસા અને સ્વાસ્થ્ય બંને સાથે આવા ખુલ્લેઆમ ચેડાં થતા જોઈને નેટિઝન્સમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.  હાઈવે પર હજારો પ્રવાસીઓ રોજ અહીં નાસ્તો કરતા હોય છે, ત્યારે આવા હાઈપ્રોફાઈલ ફૂડ આઉટલેટ્સની ગુણવત્તા સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.


આ પણ વાંચો : સ્વાસ્થ્ય સાથે ચેડાં! સુરતમાં શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો જપ્ત કરાયો

આ પણ વાંચો : વડોદરામાં લુઝ તેલના હાનિકારક વેપારનો પર્દાફાશ, નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં

આ પણ વાંચો : અતુલ બેકરીના વાસી કેકનો વિવાદ, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં!