Not Set/ કેન્દ્રીય કર્મચારીઓનાં અચ્છે દિન : જાણો DA પછી વધશે ક્યાં 4 ભથ્થા

ડીએમાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના ઘણા ભથ્થામાં વધારો થવા જઈ રહ્યો છે. ડીએમાં વધારા સાથે ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સ પણ વધશે.

Top Stories Business
કેન્દ્રીય

કેન્દ્રીય કર્મચારી ઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારી ઓના પગારમાં બમ્પર વધારાનો રસ્તો સાફ થઈ ગયો છે. ડીએમાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના ઘણા ભથ્થામાં વધારો થવા જઈ રહ્યો છે. ડીએમાં વધારા સાથે ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સ પણ વધશે. આ સાથે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટી પણ આપોઆપ વધશે.

કેન્દ્રીય કર્મચારીઓના માસિક પીએફ અને ગ્રેચ્યુટીની ગણતરી મૂળભૂત પગાર અને ડીએમાંથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ડીએમાં વધારાને કારણે પીએફ અને ગ્રેચ્યુઈટી પણ વધવાની શકયતા સેવાઈ રહી  છે. ડીએમાં વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને ટ્રાવેલ એલાઉન્સ (TA)માં પણ વધારો થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વધારો 3 ટકા સુધી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 30 માર્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે 9 મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓનો DA બમણો થઈ ગયો છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હવે 34 ટકાના દરે DA અને DR મળશે. આ જાહેરાતથી 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને લાભ થશે. જોકે, તેનાથી સરકાર પર વાર્ષિક રૂ. 9544.50 કરોડનો બોજ વધશે. કેન્દ્રીય કર્મચારી સંગઠન સરકાર પર એરિયર્સ માટે સતત દબાણ કરી રહ્યું છે. આ લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે પગાર અને ભથ્થું કર્મચારીઓનો અધિકાર છે અને તેને રોકી શકાય નહીં. આવી સ્થિતિમાં, જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના બાકી ડીએની બાકી રકમ ચૂકવવાનું દબાણ છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય કર્મચારીઓના બાકીના ડીએ વિશે પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.