Wedding/ નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન થયા, તસવીર સામે આવી

નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના ગુરૂવારે  લગ્ન થયા. લગ્ન બેંગ્લોરના ઘરે થયા હતા. લગ્ન સમારોહની તસવીર સામે આવી છે.

Top Stories India

નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના ગુરૂવારે  લગ્ન થયા. લગ્ન બેંગ્લોરના ઘરે થયા હતા. લગ્ન સમારોહની તસવીર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરકલા વાંગમયીના લગ્ન ઘરે સાદા સમારંભમાં થયા હતા, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ સામેલ થયા હતા. લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા મળી ન હતી.

પરકલા વાંગમયીના પતિનું નામ પ્રતિક છે. નાણામંત્રીની પુત્રીના લગ્ન બ્રાહ્મણ પરંપરા મુજબ અને ઉડુપી અદમારુ મઠના આશીર્વાદ સાથે થયા હતા. પરકલા વાંગમયી વ્યવસાયે મલ્ટીમીડિયા પત્રકાર છે. તેણે બે વખતના પુલિત્ઝર વિજેતા પોલ સાલોપેક અને વિઝ્યુઅલ પત્રકાર આરતી કુમાર રાવના માર્ગદર્શન હેઠળ કામ કર્યું છે. પરકાલાએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાંથી પત્રકારત્વમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં BM અને MA કર્યું છે. તેણીએ લાઈવ મિન્ટ, ધ વોઈસ ઓફ ફેશન અને ધ હિન્દુ જેવી સંસ્થાઓ સાથે કામ કર્યું છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના લગ્ન ગુરુવારે બેંગલુરુમાં તેમના ઘરે યોજાયા હતા.