Surat News: સુરત (Surat)માં આરોગ્ય વિભાગે શંકાસ્પદ તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોગ્ય સાથે ચેડા કરતી ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી 27,381 લીટર શંકાસ્પદ તેલ જપ્ત કરી ગુનો નોંધી મોટી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં હજીરા રોડ પર આવેલ દ્વારકેશ ઈન્ડસ્ટ્રીઝ આરોગ્ય વિભાગે ઉમરા હજીરા રોડ સ્થિત વેરહાઉસ પર દરોડા પાડીને આ જથ્થો જપ્ત કર્યો છે. આરોગ્ય વિભાગે 30.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તેલ સોયાબીન અને સૂર્યમુખીના નામે વેચાતું હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ હવે તેલના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરશે.

સુરતમાં સોયાબીન અને સૂર્યમુખીના નામે વેચાતું 27,381 લિટર શંકાસ્પદ તેલ જપ્ત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગને તેલ શંકાસ્પદ હોવાની માહિતી મળી હતી અને સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેલનો જથ્થો એટલો બધો હતો કે આ તેલમાં ભેળસેળ થઈ રહી હોવાનું લાગતું હતું. નગરપાલિકાએ ઉમરા હજીરા રોડ સ્થિત વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકવામાં આવેલા આરોગ્ય અને ખાદ્ય સલામતી નિરીક્ષણ અભિયાન હેઠળ, દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ-2, પ્લોટ નંબર 26, હજીરા ખાતે સ્થિત શિવભૂમિ એન્ટરપ્રાઇઝના વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:આણંદથી ઘીનો અને પાટણમાંથી ભેળશેળયુક્ત તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત
આ પણ વાંચો:મહેસાણામાં બનાવટી પનીર અને તેલનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:પાટણ SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી! નકલી ઘી બાદ નકલી તેલ જપ્ત કર્યુ
