Patan News/ પાટણ જિલ્લામાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો, SOGની કડક કાર્યવાહી

Patan News: પાટણ જિલ્લામાં બોગસ તબીબો (Doctor)ના રાફડાએ આરોગ્યતંત્રને કટઘરામાં ઉભું કરી દીધું છે. જિલ્લામાં એક પછી એક નકલી ડોક્ટરો (Duplicate Doctor) ઝડપાઈ રહ્યા છે, ત્યારે હવે સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામેથી વધુ એક બોગસ તબીબ (Doctor)ને SOGની ટીમે ઝડપી પાડ્યો છે. ડિગ્રી કે લાયસન્સ વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ શખ્સ સામે કડક કાર્યવાહી […]

Gujarat Others Trending
Doctor

Patan News: પાટણ જિલ્લામાં બોગસ તબીબો (Doctor)ના રાફડાએ આરોગ્યતંત્રને કટઘરામાં ઉભું કરી દીધું છે. જિલ્લામાં એક પછી એક નકલી ડોક્ટરો (Duplicate Doctor) ઝડપાઈ રહ્યા છે, ત્યારે હવે સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામેથી વધુ એક બોગસ તબીબ (Doctor)ને SOGની ટીમે ઝડપી પાડ્યો છે. ડિગ્રી કે લાયસન્સ વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

પાટણ જિલ્લા SOG ટીમે સિદ્ધપુર (Sidhpur) તાલુકાના સેદ્રાણા ગામ ખાતે કાર્યવાહી કરીને મેહદી ઇસ્માઇલ દાવડા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી (Medical Degree) કે લાયસન્સ ન હોવા છતાં તે પોતાને ડોક્ટર (Doctor) તરીકે રજૂ કરી પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આરોપી બીમાર લોકોને તપાસી દવાઓ તેમજ ઇન્જેક્શનો (Injections) આપી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો.

Doctor

બસ સ્ટેન્ડ પાસે દુકાનમાં ગેરકાયદે પ્રેક્ટિસ

મળતી માહિતી મુજબ, SOGની ટીમ કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સેદ્રાણા ગામમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રામ પંચાયત સામે આવેલી એક દુકાનમાં એક વ્યક્તિ ડિગ્રી વગર ડોક્ટર (Doctor) તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે.બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાંથી મેહદી દાવડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત, દરોડા દરમિયાન સ્થળ પરથી, વિવિધ પ્રકારના ઇન્જેક્શનો, દવાઓ, મેડિકલ સાધનો (Medical equipment)સહીત કુલ રૂ. 4,408.47 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દર્દીઓની તપાસ કરી ઈન્જેક્શન આપી રહ્યો હતો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ

પકડાયેલ આરોપી (Accused) મેહદી દાવડા મૂળ હિંમતનગરના કાટવાડનો વતની હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તે સેદ્રાણા ગામમાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

આ મામલે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોગ્યતંત્ર પર સવાલ

પાટણ જિલ્લામાં વારંવાર બોગસ ડોક્ટરો (Duplicate Doctor) ઝડપાતા હોવાને કારણે જિલ્લા આરોગ્યતંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા નકલી તબીબો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: બોગસ ડૉક્ટર/ સુરત જિલ્લામાં ફાટ્યો રાફડો, ચાર બોગસ તબીબો ઝડપાયા

આ પણ વાંચો: રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ

આ પણ વાંચો: ચાણસ્માના દેલમાલ ગામમાંથી બે બોગસ તબીબો ઝડપાયા, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા