Plants Tips: બ્રોકલી એક એવું શાક છે જેને ઉગાડવા તમારે ઘણી મહેનત નહિં કરવી પડે…બસ થોડીક ટિપ્સ (Broccoli Growing Tips) ફૉલો કરીને તમે આ મોંઘી વિદેશી શાકભાજીને ઉગાડી શકો છો.
જો તમે પ્લાન્ટ લવર છો તો તમારા ઘરે છત અથવા બાલ્કની પર ફૂલોથી માંડીને શાકભાજી સુધીના વિવિધ છોડ વાવી શકો છો. આજકાલ ઘરે જ શાકભાજીથી માંડીને ફૂલો સુધીના કેટલાય પ્રકારના છોડ વાવવાની ફેશન છે અને લોકો આજકાલ ઘરેલુ શાકભાજી વાવવા તરફ વળી રહ્યાં છીએ. બ્રોકલી એક એવું શાક છે જેને ઉગાડવા તમારે ઘણી મહેનત નહિં કરવી પડે…બસ થોડીક ટિપ્સ ફૉલો કરીને તમે આ મોંઘી વિદેશી શાકભાજીને ઉગાડી શકો છો. તો જાણીએ…ઘરે જ કૂંડામાં જ બ્રોકલી ઉગાડવાની સરળ પ્રોસેસ જોઈશું…
બ્રોકલી ઉગાડવા માટેની ટિપ્સ (Broccoli Growing Tips)
યોગ્ય કૂંડાની પસંદગી
બ્રોકલીને જો તમે તમારી બાલ્કનીમાં ઉગાડવા માગતા હો તો 10-12 ઈંચ ઊંડા કન્ટેનર કે કૂંડા (Pot)માં વાવવી જોઈએ. એથી મોટા કૂંડામાં પણ આ શાકભાજી (Vegetable) ઉગાડી શકાય છે.

છોડ કે બીજ વાવો
બ્રોકલી ઉગાડવા માટે તમે બીજ (Seeds) નો ઉપયોગ કરી શકો છો અને જો તમારી પાસે એ ઉપલબ્ધ ન હોય તો તમે નર્સરીમાંથી બ્રોકલીનો છોડ (Broccoli Plant) ખરીદીને લાવી શકો છો. એને વાવવા માટે એક કન્ટેનરમાં માટીની સાથે ખાતર, કોકોપીટ (Manure, cocopeat) અને થોડીક લીમડાની ખળી મિક્સ કરી લો. હવે આ માટીને ફેલાવીને છોડ લગાવી ચારે તરફથી હળવું દબાવીને માટીમાં પાણી સ્પ્રે કરો.
સારો સૂર્યપ્રકાશ
આ છોડને એવી જગ્યાએ રાખવો જ્યાં એને તડકો (Sunlight) મળી શકે…શરુઆતના 3-4 દિવસ છોડને સવાર-સાંજની હળવો તાપ મળે એમ રાખવો અને પછી મોટો થાય એટલે ફુલ સનલાઈટમાં આખો દિવસ તડકો મળે એમ રાખવો. ધીમે-ધીમે તમે જોઈ શકશો કે, બ્રોકલીના પાન આવવા લાગશે.
સરસવની ખળીનું લિક્વિડ ફર્ટિલાઇઝર
દર 15-20 દિવસે તમે સરસવની ખળીનું લિક્વિડ ફર્ટિલાઇઝર (Liquid Fertilizer) છોડને આપશો તો એ એની ઉત્તમ ગ્રોથ માટે યોગ્ય રહેશે. બહેતર વિકાસ માટે એને હાર્વેસ્ટિંગ (Harvesting) કરવા સુધી નિયમિયરુપે આ ખાતર આપી શકો છો. આ ઉપરાંત, જો તમારા ઘરના અન્ય છોડ પણ સુકાવા લાગ્યા હોય તો એમને લીલાછમ બનાવવા માટે પણ તમે આ લિક્વિડ ફર્ટિલાઇઝર વાપરી શકો છો.
આ પણ વાંચો: ડુંગળીમાં લવિંગ નાખીને માટીમાં દબાવી દો…15 દિવસમાં લવિંગનો છોડ મ્હોરી ઉઠશે..!
આ પણ વાંચો: તમારા મીની ગાર્ડનમાં જગ્યા હોય… તો ફટાફટ વાવી દો આ 5 શાકભાજીના બીજ…
આ પણ વાંચો: ચોમાસું વિદાય લે એ પહેલા ઘરે કેળ વાવો, શિયાળો આવતા તો ફળથી લચી પડશે!
