Lifestyle: ઘર અથવા તો બાલ્કનીની ખાલી જગ્યામાં મોટાભાગે લોકો ફૂલો અથવા શાકભાજીના છોડ (Flower or Vegetables Plants) વાવવાનું પસંદ કરતા હોય છે. માર્કેટની મોંઘી શાકભાજી ખરીદવાથી જો તમે બચવા માગતા હો તો સપ્ટેમ્બરમાં કેટલીક શાકભાજીના બીજ (September Plants) લગાવી શકો છો.
ઘરમાં એક મીની ગાર્ડન (Mini Garden) જેવું બનાવીને લોકો ભાત-ભાતના પ્લાન્ટ્સ વાવીને એનો આનંદ માણે છે. પરંતુ જો તમે હજુ સુધી શાકભાજી નથી વાવી તો આ જ અવસર છે એમના બીજ વાવવાનો! સપ્ટેમ્બરના મહિનામાં બીજ લગાવવાથી અમુક પ્લાન્ટ્સ એક અથવા બે માસમાં તૈયાર થઈ જાય છે. આનો મોટો લાભ એ મળશે કે તમને ઘરે જ ઉગાડેલી તાજી અને લીલીછમ શાકભાજી (Fresh Vegetables) ખાવા મળશે!
સપ્ટેમ્બરમાં 5 શાકભાજીના બીજ વાવો (September Plants)
મોંઘવારીમાં જો માર્કેટની મોંઘી શાકભાજી ખરીદવાથી જો તમે બચવા માગતા હો તો સપ્ટેમ્બરમાં કેટલીક શાકભાજીના બીજ (September Plants) લગાવી શકો છો અને તાજી શાકભાજી મેળવી શકો છો. આ માટે તમને વધારે જગ્યાની પણ જરુર નહિં પડે…કૂંડા અથવા તો ગ્રો બેગ (Pots or Grow Bags)માં એમને આસાનીથી ઉગાડી શકાય છે.
1. પાલખ (Spinach)
જો તમે સપ્ટેમ્બરમાં પાંદડાયુક્ત શાકભાજી લગાવવા માગતા હો તો પાલખ એક બહેતરીન વિકલ્પ રહેશે. ઘરે જ કૂંડામાં અથવા તો પહોળા ટબ જેવા પાત્રમાં એના બીજ વાવી શકાય છે. પાલખ વાવવાથી માંડીને લગભગ 25-30 દિવસ બાદ, એને તમે ચૂંટી શકો છો. માટીમાં રેતી અને ગાયનું છાણ મિક્સ કરીને એમાં બીજ વાવવા. આમ કરવાથી પાલખનો વિકાસ સારો થાય છે. જ્યારે પાલખ મોટી થઈ જાય ત્યારે એના પાન કાપી લેવા જેથી નવા પાન ફૂટી શકે!
2. ફુલાવર (Cauliflower)
માર્કેટમાં મળતા ફુલાવરને તમે સરળતાથી ઘરના બગીચામાં ઉગાડી શકો છો. સપ્ટેમ્બરના મહિનામાં એના બીજ વાવવાથી એ નવેમ્બર સુધી તૈયાર થઈ શકે છે. આ દરમિયાન, બજારમાં ફુલાવર ઘણા મોંઘા હોય છે આથી ઘરે જ ફુલાવર ઉગાડવાનો વિકલ્પ ઉત્તમ રહેશે. પાણી પ્રોપર ડ્રેઇન થાય એવી માટીમાં જ એના બીજ વાવવા…એમને એવી જગ્યાએ રાખવા જ્યાં ઓછામાં ઓછા 5-6 કલાકનો તડકો મળી શકે!

3. લીલા મરચાં (Green Chilies)
મરચાંનો છોડ એક વાર વાવ્યા બાદ લાંબો સમય ફળ આપતો રહે છે. તમારે જ્યારે પણ ખાવા હોય ત્યારે તાજા લીલા મરચાં તોડીને વાપરી શકો છો. બીજ લગાવ્યા બાદ જ્યારે એ થોડાં મોટા થઈ જાય ત્યારે એમને અલગ અલગ કરીને થોડા અંતરે વાવવાથી એમનો ગ્રોથ બહેતર થશે.
4. રીંગણ (Brinjal)
રીંગણને સપ્ટેમ્બરના મહિનામાં લગાવી શકાય છે. ઘણી વાર એવું થાય છે કે આપણને બજારમાંથી શાકભાજી લેવા જવાની અનુકૂળતા નથી હોતી. આ સંજોગોમાં તમે કેટલાક છોડ બગીચામાં લગાવી શકો છો એમાંથી એક છે રીંગણ! થોડી ઘણી સંભાળ લઈને તમે આ છોડના બીજ વાવશો તો સરસ ઉગી જશે!

5. મૂળા (Radish)
સ્વાસ્થ્ય માટે મૂળાનું સેવન સારું ગણાય છે. વિશેષ કરીને, એને સલાડ રુપે, શાક તથા પરોઠાના રુપમાં ખાવામાં આવે છે. એને તમે મીની ગાર્ડનમાં લગાવી શકો છો. કૂંડા અથવા ક્યારામાં જો મૂળાના બીજ લગાવીએ તો 35 થી 40 દિવસની અંદર એનો પાક તૈયાર થઇ જાય છે. તમને ઘરે જ તાજા મૂળા ખાવા મળી શકે છે.
આ પણ વાંચો: ડુંગળીમાં લવિંગ નાખીને માટીમાં દબાવી દો…15 દિવસમાં લવિંગનો છોડ મ્હોરી ઉઠશે..!
આ પણ વાંચો: કૂંડામાં શી રીતે ઉગાડશો ફ્રેન્ચ મેરીગોલ્ડ? બાલ્કની કે ટેરેસ પર આ રંગબેરંગી ફૂલોનો છોડ વાવવાની ટિપ્સ..!
આ પણ વાંચો: ચોમાસું વિદાય લે એ પહેલા ઘરે કેળ વાવો, શિયાળો આવતા તો ફળથી લચી પડશે!
