India News : કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી પેટ્રોલિયમ (Petrol)ઉત્પાદનોની નિકાસ પર લાગતી ડ્યૂટીના માળખામાં ફેરફાર કર્યો છે. નવા નિર્ણય મુજબ પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ શૂન્યથી વધારીને રૂ.1.50 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલની એક્સપોર્ટ લેવી રૂ.24થી વધારીને રૂ.25 પ્રતિ લિટર કરવામાં આવી છે.
બીજી તરફ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFની નિકાસ ડ્યૂટી રૂ.19.50થી ઘટાડીને રૂ.19 પ્રતિ લિટર કરવામાં આવી છે.
Petrol ડીઝલની એક્સપોર્ટ ડ્યૂટીમાં મોટો ફેરફાર
સરકારના નવા નિર્ણય પ્રમાણે ડીઝલની નિકાસ (Diesel Export Levy) પર રૂ.25 પ્રતિ લિટરની લેવી લાગુ થશે. તેમાં રૂ.24 પ્રતિ લિટર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી એટલે કે SAED અને રૂ.1 રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે લેવામાં આવશે.
પેટ્રોલની નિકાસ પર રૂ.1.50 પ્રતિ લિટરની લેવી સંપૂર્ણપણે SAED તરીકે લાગુ થશે. ATF પર રૂ.19 પ્રતિ લિટરની ડ્યૂટી પણ SAED હેઠળ વસૂલવામાં આવશે.
ઘરેલુ ઇંધણના ભાવ પર સીધી અસર નહીં
મહત્વની વાત એ છે કે આ ફેરફાર માત્ર વિદેશમાં નિકાસ કરવામાં આવતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગુ થશે. ઘરેલુ બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગતી વર્તમાન એક્સાઇઝ ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આથી સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલના સ્થાનિક ભાવ પર આ નિર્ણયની સીધી અસર થવાની નથી. હવાઈ મુસાફરીના ભાડા પર પણ તેની સીધી અસર નહીં થાય.
આ પણ વાંચો: પેટ્રોલ ડીઝલ પછી, CNG ના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો થયો
આ પણ વાંચો:18 દિવસ ક્રૂડ, 21 દિવસ પેટ્રોલ ડીઝલ, 12 દિવસ ગેસ, જો ઈરાન કટોકટી લંબાય તો ભારત શું કરશે?
