Uttar Pradesh News: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અનેે સપાએ મતદારો માટે વિવિધ યોજનાઓની જાહેરાતો કરી કહ્યાં છે. ખાસ કરીને મહિલા મતદારોને રીઝવવા માટે ભાજપ અને સપા લોભામણી જાહેરાતો કરી રહ્યાં છે.
Uttar Pradeshની ચૂંટણી પહેલા મહિલા મતદારો પર નજર
યોગી આદિત્યનાથ (Yogi Adityanath)સરકાર મહિલા (Female voter)ઓને 50 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપતી નવી યોજના લાવવાની શક્યતા પર વિચાર કરી રહી હોવાના સમાચાર મળી રહ્યાં છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે તેમની સરકાર બનશે તો મહિલાઓ માટે 40 હજાર રૂપિયાથી શરૂઆત કરવામાં આવશે અને દર વર્ષે તેમાં વધારો કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની શક્યતા છે. ચૂંટણી પહેલા મહિલાઓને સીધી આર્થિક સહાય આપતી યોજના રાજકીય રીતે મહત્વપૂર્ણ બની શકે છે.
યોગી સરકારની યોજના હેઠળ આશરે 50 લાખ મહિલાઓને આર્થિક સહાય આપવાનો વિચાર ચાલી રહ્યો છે. જો આ યોજના અમલમાં આવે તો ચૂંટણી પહેલાં મહિલાઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તા તરીકે 20 હજાર રૂપિયા જમા કરાવવાની તૈયારી હોઈ શકે છે. ત્યારબાદ સરકાર ફરી સત્તામાં આવે તો 10-10 હજાર રૂપિયાના ત્રણ વધારાના હપ્તા આપીને કુલ સહાય 50 હજાર રૂપિયા સુધી પહોંચાડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારના સ્તરે આ યોજના અંગે ચર્ચા શરૂ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
અખિલેશ યાદવે યોજનાને ગણાવી ‘ચૂંટણીનો જુમલો’
યોગી સરકારની સંભવિત યોજનાની ચર્ચા શરૂ થતાં જ સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર રાજકીય પ્રહાર કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ યોજનાને ભાજપનો વધુ એક ‘જુમલો’ ગણાવ્યો.

અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ચૂંટણી જીતવા માટે ભાજપ પાસે હવે પૈસા વહેંચવાના વચનો સિવાય કંઈ બચ્યું નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે કેટલાક રાજ્યોમાં મહિલાઓને આર્થિક સહાયની જાહેરાતો ચૂંટણી પહેલાં કરવામાં આવી હતી, પરંતુ બાદમાં ચુકવણીને લઈને વિલંબ અને વિવાદો ઊભા થયા હતા.
અખિલેશનો ’40 હજારથી શરૂઆત’ કરવાનો દાવો
ભાજપની સંભવિત 50 હજાર રૂપિયાની યોજના સામે અખિલેશ યાદવે (Akhilesh Yadav) પોતાનો રાજકીય દાવ રમ્યો છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો મહિલાઓ માટે 40 હજાર રૂપિયાની આર્થિક સહાયથી શરૂઆત કરવામાં આવશે. તેમણે સાથે એવો પણ સંકેત આપ્યો કે આ રકમ દર વર્ષે વધારવામાં આવશે. આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા મહિલાઓને આર્થિક સહાયનો મુદ્દો રાજકીય ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો:અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટીનું આગામી લક્ષ્ય 2027માં ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનું
આ પણ વાંચો:લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની નવી યાદી બહાર પાડી, જુઓ અહીં નામો
આ પણ વાંચો:CM યોગીની મોટી જાહેરાત, UPમાં બનશે પાવાગઢ
