Surat News/ સુરતમાં યુવકનો તોડફોડ અને પથ્થરમારો, ‘બધાને મારી નાખીશ’ કહી મચાવ્યો હોબાળો

સુરતના કઠોદરામાં ટ્વીન બિઝનેસ બિલ્ડિંગ (Surat Twin Business Building)માં યુવકે તોડફોડ અને પથ્થરમારો કરતાં અફરાતફરી મચી હતી. યુવકને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડે પાછળના દાદરેથી ઓપરેશન હાથ ધરી તેને પોલીસને સોંપ્યો.

Top Stories Gujarat Surat Breaking News
Surat Twin Business Building : બિલ્ડિંગમાં યુવકનો તોડફોડનો આતંક, 3 લોકોને ઈજા બાદ ફાયર બ્રિગેડે પકડ્યો

Surat News: સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલા ટ્વીન બિઝનેસ બિલ્ડિંગ Surat Twin Business Buildingમાં મોડી રાત્રે એક યુવકના હોબાળાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આશરે 35 વર્ષીય યુવક બિલ્ડિંગ (Surat Twin Business Building)ના બીજા માળે પહોંચ્યા બાદ ઉશ્કેરાઈ ગયો હતો અને લિફ્ટના કાચ સહિત વિવિધ દુકાનોના બેનરોમાં તોડફોડ શરૂ કરી હતી. ત્યારબાદ તેણે ટાઈલ્સના ટુકડા કરી ત્યાં હાજર લોકો તરફ ફેંકતાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

બીજા માળે ચડી યુવકે શરૂ કરી તોડફોડ

મળતી માહિતી મુજબ, કઠોદરા વિસ્તારમાં આવેલા ટ્વીન બિઝનેસ બિલ્ડિંગ (Surat Twin Business Building)માં યુવક બીજા માળે દુકાનો પાસેની ગેલેરીમાં પહોંચ્યો હતો. અહીં અચાનક તેણે તોડફોડ શરૂ કરી દેતાં વેપારીઓ અને અન્ય લોકોમાં ગભરાટ ફેલાયો હતો. યુવકે લિફ્ટના કાચ ઉપરાંત દુકાનોના બેનરો અને અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. તેના આક્રમક વર્તનને કારણે લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.

‘બધાને મારી નાખીશ’ કહી ટાઈલ્સના ટુકડા ફેંક્યા

તોડફોડ દરમિયાન યુવકે જમીન પર લાગેલી ટાઈલ્સ પણ તોડી નાખી હતી. ત્યારબાદ તેના તીક્ષ્ણ ટુકડા કરીને ત્યાં હાજર લોકો તરફ ફેંકવા લાગ્યો હતો. યુવક ‘બધાને મારી નાખીશ’ તેવી બૂમો પાડતો હોવાના કારણે આસપાસના લોકોમાં વધુ ભય ફેલાયો હતો. ટાઈલ્સના ટુકડા અને પથ્થરમારા જેવી ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Surat Twin Business Building: પોલીસ પહોંચ્યા બાદ પણ સ્થિતિ કાબૂમાં ન આવી

ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યુવકનું આક્રમક વર્તન ચાલુ રહ્યું હતું. યુવક કોઈને પોતાની નજીક આવવા દેતો ન હોવાથી તેને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું હતું. પરિસ્થિતિને જોતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડે પાછળના દાદરેથી ઓપરેશન હાથ ધર્યું

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ યુવકને સુરક્ષિત રીતે કાબૂમાં લેવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. કેટલાક સ્થાનિકોએ યુવક સાથે વાતચીત કરીને તેનું ધ્યાન પોતાની તરફ રાખ્યું હતું. આ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો બિલ્ડિંગ (Surat Twin Business Building)ના પાછળના ભાગમાં આવેલા દાદરેથી છાનામાના બીજા માળે પહોંચ્યા હતા. યોગ્ય તક મળતાં જ જવાનોએ યુવકને અચાનક ઘેરી લીધો અને તેને કાબૂમાં લીધો હતો.બાદમાં યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. યુવકને કાબૂમાં લેવામાં આવતા વેપારીઓ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પણ વાંચો:સુરતના મોટા વરાછામાં રિક્ષાની સ્પીડ મુદ્દે બબાલ: બોલાચાલી બાદ રિક્ષાચાલક સાથે મારામારી, VIDEO વાયરલ

આ પણ વાંચો:સુરતની કતારગામ ઝોન કચેરીમાં અધિકારી-કર્મચારી વચ્ચે મારામારી, વસ્તી ગણતરી મુદ્દે બબાલ

આ પણ વાંચો:સુરતમાં ભારે ભીડ વચ્ચે BRTS બસમાં બે યુવકો વચ્ચે મારામારી