Surat News : સુરતમાં BRTS બસમાં ભારે ભીજ વચ્ચે બે યુવકો વચ્ચે મારામારી થતા બસમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. અસામાજિક તત્વો દ્વારા બસમાં મચાવવામાં આવેલા હંગામાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી. તે સિવાયઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ચાલુ બસમાં બે શખ્સોએ હંગામો મચાવ્યો અને રોકવામાં આવતાં દાદાગીરી દાખવી. આ ઘટનાએ જાહેર પરિવહનની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સુરતની ઇલેક્ટ્રિક બીઆરટીએસમાં અસામાજિક તત્ત્વોએ હંગામો મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વીડિયોમાં બે શખ્સો ચાલુ બસમાં મુસાફરો સાથે ઝઘડો કરતા અને દાદાગીરી દાખવતા જોવા મળે છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આ વીડિયો કયા વિસ્તારનો છે તેની શોધખોળ આરંભી છે. જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા વાયરલ વીડિયોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સોમનાથ મરાઠેનું કહેવું છે કે, આવી ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બીઆરટીએસમાં મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી. મુસાફરોનું કહેવું છે કે, બસમાં ભીડ વધુ હોય ત્યારે અસામાજિક તત્ત્વો હંગામો મચાવે છે. ઘણી વખત પાકીટમારી અને મોબાઇલ ચોરીની ઘટનાઓ પણ બને છે. મહિલાઓ અને યુવતીઓએ માંગ કરી છે કે, બસમાં સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવે, જેથી મુસાફરો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. આ ઘટનાએ જાહેર પરિવહનમાં સુરક્ષાના અભાવને ઉજાગર કર્યો છે, જેના કારણે તંત્રની બેદરકારી પર પણ સવાલો ઉભા થયા છે.
સુરતની બીઆરટીએસમાં બનેલી આ ઘટના એક ચેતવણી છે કે, જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. મહિલાઓ અને યુવતીઓની માંગ પ્રમાણે સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા અને કડક પોલીસ પેટ્રોલિંગથી આવી ઘટનાઓને અંકુશમાં લઈ શકાય છે. પ્રશ્ન એ છે કે, તંત્ર આ ઘટનામાંથી શીખ લઈ ક્યારે જાગશે? દોષિતો સામે કડક કાર્યવાહી થશે કે પછી આ માત્ર કાગળ પરની વાત રહેશે? એ જોવું રહ્યું.
આ પણ વાંચો:NEETમાં પાસ કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, વાલીએ CBI અને શિક્ષણમંત્રીને કરી ફરિયાદ
આ પણ વાંચો:મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: સુપ્રીમકોર્ટે CBI તપાસ માંગતી અરજી દાખલ કરી
આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની CBI તપાસ કરાવો : અમિત ચાવડા
