Morbi News/ મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: સુપ્રીમકોર્ટે CBI તપાસ માંગતી અરજી દાખલ કરી

કેસમાં વધુ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ પડી છે

Gujarat Top Stories Breaking News

Morbi News: મોરબી (Morbi) ઝુલતો પુલ (Bridge) 135 વ્યક્તિનાં મોતના મામલે 112 પીડિતોની પીટિશન કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે પુલ દુર્ઘટનામાં CBI તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકાર, કલેક્ટરને નોટિસ જાહેર કરી તપાસનો જવાબ માંગ્યો છે.

મોરબી ઝુલતો પુલ (Bridge) 135 વ્યક્તિનાં મોતના મામલે 112 પીડિતોની પીટિશન (Petition) કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે પુલ દુર્ઘટનામાં CBI તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકાર, કલેક્ટરને નોટિસ જાહેર કરી તપાસનો જવાબ માંગ્યો છે. પુલ દુર્ઘટનાને અઢી વર્ષ વીતવા છતાં હજુ ચાર્જ ફ્રેમ નહીં કરતા સુપ્રિમ લાલઘૂમ થઈ હતી. કેસમાં વધુ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ પડી છે, ત્યારે સુપ્રિમે અરજી દાખલ કરી હતી.

મોરબી (Morbi)માં 30 ઓક્ટોબર 2022ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ (Bridge) ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જે કેસની ગુજરાત હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે કોર્ટે ઓરેવા કંપની (Oreva Company)ના સત્તાધીશોને ઉધડા લીધા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ઓરેવા કંપની પાસે ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો માગી હતી. સાથો સાથ કોર્ટે કહ્યું હતુ કે, વાલી, માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા,લગ્નની જવાબદારી કંપનીની રહેશે. બાળકોએ જે ભણવું હોય તે ભણાવવું પડશે. એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે અને એ કંપની પણ ઉભી કરી શકે છે.

મોરબી (Morbi)ની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલ (Bridge)નું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબર 2022થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.

સરકારે વળતર અંગેના મુદ્દા પર પીડિતો સાથે વાતચીત કરવાની ખાતરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે મોરબી જિલ્લા કલેક્ટર, ટ્રસ્ટ, કંપની અને પીડિતો વચ્ચે વળતરને લઈને કાયદેસરનાં કાગળિયાં થવાં જોઈએ. કોર્ટે કહ્યું હતું કે કંપનીએ ટ્રસ્ટને ફાળવેલા 15 લાખ રૂપિયા ઓછા છે. ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ફાળવવા જોઈએ. કાલે ઊઠીને કંપની કહે કે પીડિતોને વળતરની જરૂર નથી અને તમે વળતર આપવાનું બંધ કરી દો એવું પણ બની શકે, કોઈને કંપની પર વિશ્વાસ નથી, કોર્ટને પણ નહીં!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબી ઝુલતો પુલ હોનારત મામલે કાટમાળ તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવ્યો, રિપોર્ટ બાદ લેવાશે એકશન

આ પણ વાંચો:મોરબીમાં ઝુલતો પુલ તુટ્યો, 60 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા

આ પણ વાંચો:મોરબી પુલ દુર્ઘટના : જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, હાઈકોર્ટે જામીન આપવા કર્યો ઇનકાર