Rajkot news NEETમાં પાસ કરાવવાના કૌભાંડ (Scandal) નો પર્દાફાશ (Exposing) થયો છે. શહેરમાં એક ટોળકી દ્વારા આ કૌભાંડ (Scandal) આચરવામાં આવ્યું છે. રાજકોટમાં સારા માર્ક્સની લાલચ આપીને ભોળા વાલીઓ અને વિદ્યાર્થીઓને ફસાવવાના કાળા કામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ટોળકીના સાગરીતો 75 લાખથી 1 કરોડમાં NEETમાં કુલ 650+ માર્ક્સ અપાવવાનું વચન વિદ્યાર્થીઓને આપીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
મળતી વિગતો અનુસાર 85 લાખ વિદ્યાર્થીઓને 650+ માર્ક્સ અપાવી જેવાની ગેરંટી અપાઈ હતી. રાજકોટના વાલી અને ટોળકીના વચેટિયાની ડીલની વિગતો સામે આવી હતી.ત્યારે વિદ્યાર્થીના વાલીને અમદાવાદની હોટેલમાં બોલાવી ડીલ કરાવી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં ગુજરાતના કુલ 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. તો આ ટોળકીનું નેટવર્ક કર્ણાટક, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાનું જાણવા મળ્યું છે.
આવનારી NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાની ટોળકી દ્વારા ગેરંટી અપાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદના એક ક્લાસિસ સંચાલકની આ કૌભાંડમાં ભેદી ભૂમિકા રહેલી છે. ત્યારે આ ટોળકીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો પરીક્ષા આપનારા વિદ્યાર્થીના 4થી 5 માસ અગાઉ જ અન્ય રાજ્યના આધારકાર્ડ બનાવી દેવાય છે. NEETમાં ગેરરીતિના મામલે CBI સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીના વાલીએ શિક્ષણ મંત્રી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પણ ફરિયાદ કરી છે. જેમાં વાલીએ ગુજરાતના 8 વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા સેટિંગ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: રાજકોટના ચકચારી મર્ડર કેસ માં આરોપીના ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જામીન મંજૂર
