Not Set/ MV ACT/ માત્ર સામાન્ય જનતા માટે જ છે, સરકારી ડ્રાઈવરોને જાણો કયો નિયમ લાગુ પડે છે..? 

અંધેર નગરી, ગંડુરાજા, બસ આવું જ કઈક આપણા ટ્રાફિક નિયમન તંત્રના હાલ છે. નિયમો તો બનાવ્યા, પાલન પણ શરૂ કરાવ્યું, પરંતુ માત્ર સામાન્ય જનતા માટે, પ્રાઇવેટ ટ્રાવેલ્સ માલિકો માટે, તો શું સરકારી બસોના ડ્રાઈવરો  માટે કોઈ જ નિયમ લાગુ નથી પડતા..? કેમ ..? રાજ્ય સરકારે નવા ટ્રાફિક નિયમ લાગુ કરીને મસમોટા દંડની વસુલાત શરૂ કરી […]

Top Stories Gujarat Others

અંધેર નગરી, ગંડુરાજા, બસ આવું જ કઈક આપણા ટ્રાફિક નિયમન તંત્રના હાલ છે. નિયમો તો બનાવ્યા, પાલન પણ શરૂ કરાવ્યું, પરંતુ માત્ર સામાન્ય જનતા માટે, પ્રાઇવેટ ટ્રાવેલ્સ માલિકો માટે, તો શું સરકારી બસોના ડ્રાઈવરો  માટે કોઈ જ નિયમ લાગુ નથી પડતા..? કેમ ..? રાજ્ય સરકારે નવા ટ્રાફિક નિયમ લાગુ કરીને મસમોટા દંડની વસુલાત શરૂ કરી દીધી છે.. પરંતુ જાણે આ નિયમો સામાન્ય લોકો માટે જ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.. સરકારી બસના ડ્રાઈવરો ધરાહર આ નિયમોની અવગણના કરતા નજરે પડી રહ્યા છે. આવો જોઈએ ગુજરાત રાજ્યની સૌથી વધુ બસો ધરાવતા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવરો શું કહે છે,  ટ્રાફિક ના નિયમો માટે…

કચ્છ

કચ્છના ભુજ સ્ટેશન પર પહોંચેલી મંતવ્ય ન્યૂઝની ટીમ, જ્યા ભુજની સરકારી બસના ડ્રાઈવરો પોતાની મનમાની કરતા નજરે પડ્યા હતા. સીટ બેલ્ટ બાંધવામાં જાણે ડ્રાઈવરોને કોઈ લેવાદેવા જ નથી. ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરતા નજરે પડ્યા સરકારી બસના ડ્રાઈવરો.  સીટ બેલ્ટ વિના પૂરપાટ ઝડપે બસ ભગાવી રહ્યા છે ગુજરાત એસટી બસ ના ડ્રાઈવરો. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે  આ અંગે ન સરકાર તપાસ કરાવે છે, ન ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરનારા સરકારી બસના ડ્રાઈવરોને રોકે છે.  ભુજની સરકારી બસો ભગવાન ભરોસે જ ચાલી રહી છે.

મહેસાણા

મહેસાણામાં કરાયેલા મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં ઘણી એસટી બસના ડ્રાઈવરો સીટ બેલ્ટ વિના દેખાયા હતા. દૂરથી મંતવ્ય ન્યૂઝની ટીમ જોઈને એક ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધ્યો હતો. ટ્રાફિકના નિયમો ડ્રાઈવ પાળે છે કે નહીં તેની તપાસ કરતા તથ્યો સામે આવ્યા હતા.  ડ્રાઈવરોને નિયમો પાળવામાં કોઈ જ રસ નથી.એટલું જ નહીં આ અંગે ડ્રાઈવરોને પૂછાયેલા સવાલોના જવાબ પણ હસવા પર મજબૂર કરે તેવા હતા. અમારા રિયાલિટી ચેકમાં મહેસાણા ડેપોમાં ડ્રાઈવરો દ્વારા નિયમોની ઐસી તૈસી જોવા મળી હતી.

વિજાપુર

વડોદરામાં પણ સ્થિતિમાં કોઈ ખાસ ફેર નથી. ટ્રાફિકના નવા નિયમો સરકારી બસના ડ્રાઈવરો પાળે છે કે નહીં તે માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરામાં તો સરકારી તો ઠીક પણ ખાનગી બસના ડ્રાઈવર પણ સીટ બેલ્ટ પહેરતા ન હોવાનું સામે આવ્યું છે.  વડોદરામાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી જોવા મળી, સંસ્કારી નગરીના અસંસ્કારી ડ્રાઈવરો બિન્દાસ થઈને સીટ બેલ્ટ બાંધ્યા વિના બસ હંકારી રહ્યા છે.

વિજાપુર

મંતવ્ય ન્યૂઝની ટીમ મહેસાણાના વીજાપુર બસ સ્ટેશન પહોંચી તો રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે… ટ્રાફિકના નિયમો તો કડક બન્યા પણ ડ્રાઈવરો હજુ નરમ જ છે. વીજાપુરના ડ્રાઈવરોને નિયમો સાથે જાણે છત્રીસનો આંકડો છે. સીટ બેલ્ટ બાંધવામાં કોઈ જ રસ નથી અહીંના ચાલકોને, વીજાપુરમાં સરકારી બસ રામ ભરોસે ચાલી રહી છે, સીટ બેલ્ટ વિષે પૂછવામાં આવતા અહીં મંતવ્ય ન્યૂઝને વિચિત્ર જવાબો મળ્યા હતા.

ભાવનગર

ભાવનગરમાં પણ એસટી બસના ડ્રાઈવરોની લાલિયાવાડી જોવા મળી હતી. અહીં મોટાભાગના ડ્રાઈવર સીટ બેલ્ટ બાંધતા નથી. મુસાફરોની જિંદગી જોખમમાં મુકીને ચાલકો બસ ચલાવતા નજરે પડ્યા હતા. બસના ડ્રાઈવરોએ નિયમોને નેવે મુકી દીધા છે.  અને આ મનમોજી ડ્રાઈવરોને સીટ બેલ્ટ બાંધવા ન ડેપો મેનેજર કહે છે.. ન તો સરકાર….

અંબાજી

યાત્રાધામ અંબાજીમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત હોવા છતા બસના ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધ્યા વગર જોવા મળ્યા. એટલું જ નહીં મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાએ એસટી બસના ડ્રાઈવરોને સીટ બેલ્ટ ન બાંધવા પર પૂછેલા પ્રશ્નના જવાબમાં ડ્રાઈવરોએ બહાનાબાજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.