Himmatnagar news/ હિંમતનગરના હાથરોલ નજીક અકસ્માતમાં ત્રણનાં મોત

હિંમતનગરના હાથરોલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે ખાતે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ દોડતી રીક્ષા કારની હડફેટે આવી જતા રીક્ષામાં સવાર ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા.

Top Stories Gujarat Others Breaking News

Himmatnagar News: હિંમતનગરના હાથરોલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે ખાતે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ દોડતી રીક્ષા કારની હડફેટે આવી જતા રીક્ષામાં સવાર ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા. જ્યારે કાર ચાલક સહિત બેને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહોનું પંચનામુ કર્યુ હતુ અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.

આમ હિંમતનગરને જાણે અકસ્માતને દેણુ થઈ ગયુ લાગે છે. બે મહિના પહેલાં જ થયેલા એક ભીષણ અકસ્માતમાં કુલ છના મોત થયા હતા. સાબરકાંઠાના હિંમતનગરના જસવંતગઢ પાટિયા પાસે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં (Accident) છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શામળાજી-હિંમતનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની હતી. પાછળથી એક મિની બસ એક કાર સાથે અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત (Accident) શામળાજીથી અમદાવાદને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. જાણકારી અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે કારનો પાછળનો અને ઉપરનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારમાં સવાર લોકો લોહીથી લથપથ થઈને અંદર ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં છ અન્ય વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ થઈ હતી; તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, એક ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પાછળથી આગળ જતી કાર સાથે અથડાઈ હતી. હાઇવે પર ટ્રાફિકના પ્રવાહ વચ્ચે આ ઘટના બની હતી, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે લોકો મદદ માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ઘટનાના સમાચાર મળતાં, પોલીસ ટુકડી અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતકોનું પોસ્ટમોર્ટમ કર્યું છે, અકસ્માત (Accident) અંગે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:હિંમતનગર નજીક કાર પલટી જતા અકસ્માત, ત્રણના મોત

આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માતઃ પતરાથી કપાતા બેનાં મોત

આ પણ વાંચો:હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માતમાં બાળકીનું મોત