Banaskantha News/ ડીસામાં સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

ACB દ્વારા લાંચ (Bribe)ની સંપૂર્ણ રકમ રૂ.1,10,000 કબજે લેવામાં આવી છે.

Gujarat Others Breaking News
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયત સાથે જોડાયેલા લાંચકાંડમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી સરપંચના પતિને રૂ.1.10 લાખની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયત સાથે જોડાયેલા લાંચકાંડમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી સરપંચના પતિને રૂ.1.10 લાખની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદીને ધરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હોવાથી તેમણે માટી ઉપાડવાની મંજૂરી માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. પંચાયતે આ મામલે સિંચાઈ વિભાગને જરૂરી ઠરાવ કરીને અરજી પણ કરી હતી.

તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી અપાવવા બદલ લાંચ (Bribe)ની માંગણી કરી હતી

આ દરમિયાન ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીએ ફરિયાદીને ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી અપાવવા બદલ રૂ.1,10,000ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ઓસીબી કચેરીનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. 9 જૂન, 2026ના રોજ જૂના ડીસા ખાતે ઢુવા ચોકડી નજીક જાહેર માર્ગ પર ગોઠવાયેલા છટકામાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ રૂ.1,10,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તે દરમિયાન ACBની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ઓસીબી દ્વારા લાંચની સંપૂર્ણ રકમ રૂ.1,10,000 કબજે લેવામાં આવી છે. સમગ્ર મામલે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા