Mehsana News/ મહેસાણા અર્બન બેન્કને ₹10.88 કરોડનો ચુનો

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક (Mehsana Urban Bank)સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે

Gujarat Others
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક (Mehsana Urban Bank)સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud)નો મામલો સામે આવ્યો છે

Mehsana News : મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક (Mehsana Urban Bank)સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud)નો મામલો સામે આવ્યો છે. બેન્કમાં મોર્ગેજ રાખેલી મિલકતોના આધારે કરોડોની લોન લીધા બાદ લોનની ભરપાઈ કર્યા વિના દુકાનો વેચી દેવાનો ગંભીર આરોપ દંપતી સામે લાગ્યો છે. આ મામલે મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે.

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક (Mehsana Urban Bank)માંથી કરોડોની મોર્ગેજ લોન લઈને કરી છેતરપિંડી

ફરિયાદ મુજબ, શ્રીજી કોર્પોરેશનના માલિક રાજેશ પટેલ (Rajesh Patel)અને ક્યોર હેલ્થ કેરની માલિક હેતલ પટેલે વડોદરા ખાતે ધંધાના હેતુસર આવેલી દુકાનોને બેન્કમાં મોર્ગેજ (Mortgage Fraud)રાખી કરોડોની લોન મેળવી હતી. જોકે, લોનની શરતોનું પાલન કરવાને બદલે આરોપીઓએ કથિત રીતે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને તે જ દુકાનો અન્ય વ્યક્તિઓને વેચી દીધી હતી.

આરોપ છે કે લોન જે હેતુ માટે લેવામાં આવી હતી તે હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો, પરંતુ અન્યત્ર રોકાણ કરવામાં આવ્યું હતું. સમયસર હપ્તા અને બાકી રકમની ચૂકવણી પણ કરવામાં આવી નહોતી, જેના કારણે બેન્કને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

બેન્કના જણાવ્યા અનુસાર, આજદિન સુધી અંદાજે ₹10.88 કરોડની રકમ બાકી છે. સમગ્ર મામલે રાજેશ પટેલ અને હેતલ પટેલ સામે છેતરપિંડી (Fraud), વિશ્વાસઘાત અને સંબંધિત કલમો હેઠળ મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હવે પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે અને લોન પ્રક્રિયા, દસ્તાવેજો તેમજ મિલકતોના વેચાણ અંગેની વિગતો એકત્ર કરી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ, પ્લોટના નામે રૂ.1.56 કરોડની છેતરપિંડીનો આરોપ

આ પણ વાંચો : રાજકોટમાં ‘ફેસ્ટિવલ હોલીડે’ના નામે કરોડો સપનાઓ સાથે છેતરપિંડીનો ખેલ! દંપતી સામે રૂ.50 લાખથી વધુની ઠગાઈની FIR

આ પણ વાંચો : યુવાન સાથે થાર વેચવાના બહાને રૂ.4.07 લાખની છેતરપિંડી, ઠગ ટોળકીનો પર્દાફાશ