Ahmedabad News: સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે રોકાણ કરાવવાના બહાને નાગરિકો સાથે કથિત છેતરપિંડીના કેસમાં કામરેજ પોલીસે અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની (Patang Hotel Owner Arrest) ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના હવાલે કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Patang Hotel Owner Arrest: ‘નિર્વાણા’ પ્રોજેક્ટથી લોકોને વિશ્વાસમાં લીધા
પોલીસ તપાસ મુજબ આરોપીએ (Umang Thakkar Arrest) કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં ‘નિર્વાણા’ નામથી (Nirvana Plot Scam) પ્લોટિંગ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ફરિયાદ અનુસાર, જમીનનું ટાઇટલ સ્પષ્ટ ન હોવા છતાં પ્રોજેક્ટનું માર્કેટિંગ કરીને પ્લોટના બુકિંગ શરૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક લોકોએ તેમાં રોકાણ કર્યું હતું.
જમીન પહેલેથી જ વેચાઈ હોવાનો આરોપ
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, જે જમીન (Land Scam )પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. તેમ છતાં પ્લોટ વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાના આરોપો છે. આ કારણે રોકાણ કરનારાઓને પ્લોટ મળ્યા નહીં અને તેમના નાણાં પણ પરત ન મળ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
15થી 16 લોકો પાસેથી રૂ.1.56 કરોડ વસૂલ્યાનો દાવો

કામરેજ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી પ્લોટ આપવાના વાયદા સાથે કુલ રૂ.1.56 કરોડ વસૂલ્યા હતા. જોકે, પ્લોટની ફાળવણી કરવામાં આવી નહોતી. લાંબા સમય સુધી કોઈ ઉકેલ ન આવતા ભોગ બનનારાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ શરૂ થઈ તપાસ
એક મહિલા સહિત અનેક ફરિયાદીઓની લેખિત અરજીના આધારે કામરેજ પોલીસે એપ્રિલ 2026માં ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો અને વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
BNS હેઠળ ગુનો નોંધાયો
કામરેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને તપાસ દરમિયાન અન્ય લોકોની સંડોવણી અથવા નવા ખુલાસા સામે આવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.
તપાસના પરિણામ પર સૌની નજર
આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ મહત્વની માહિતી સામે આવી શકે છે. હાલ ફરિયાદીઓ ન્યાયની આશા રાખી રહ્યા છે, જ્યારે પોલીસ તમામ પાસાઓની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહી છે.
આ પણ વાંચો: ટંકારાની લજાઈ ચોકડી પાસે રસ્તા મુદ્દે ચક્કાજામ
આ પણ વાંચો: સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પીટી પિરિયડ દરમિયાન સર્જાઈ દુર્ઘટના
આ પણ વાંચો: અમદાવાદના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ બળાત્કારનો કેસ નોંધાયો
