Ahmedabad News/ અમદાવાદના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ બળાત્કારનો કેસ નોંધાયો

મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં યુવતીની ફરિયાદ બાદ અમદાવાદના બિલ્ડર નિલય પટેલની ધરપકડ (Nilay Patel Arrest), BNSની અનેક ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ફાઈવસ્ટાર હોટલમાં યુવતી સાથે દુષ્કર્મના આરોપે અમદાવાદી બિલ્ડર Nilay Patel Arrest

Ahmedabad News: અમદાવાદના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ નિલય જશભાઈ પટેલને મુંબઈ પોલીસે દિલ્હીની એક યુવતીની ફરિયાદના આધારે બળાત્કાર અને જાતીય સતામણીના ગંભીર આરોપોમાં ધરપકડ (Nilay Patel Arrest) કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપીને 29 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

Nilay Patel Arrest: શું છે સમગ્ર મામલો?

પોલીસ તપાસ મુજબ, નિલય પટેલ (Nilay Patel Arrest) વ્યાવસાયિક કામકાજ માટે મુંબઈ ગયો હતો અને એરપોર્ટ નજીક આવેલી એક ફાઈવસ્ટાર હોટલમાં રોકાયો હતો. તે જ હોટલમાં દિલ્હીની એક પરિચિત યુવતી પણ અલગ રૂમમાં રોકાઈ હતી. ફરિયાદ અનુસાર, 21 જુલાઈના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે નિલય પટેલ યુવતીની મંજૂરી વિના તેના રૂમમાં પ્રવેશ્યો હતો. યુવતીએ આરોપ મૂક્યો છે કે તેણે અશ્લીલ હરકતો કરી, શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો અને બળજબરીપૂર્વક નજીક આવવાનો પ્રયાસ કર્યો. યુવતીએ વિરોધ કરતાં આરોપીને રૂમની બહાર કાઢી મૂક્યો હતો.

વારંવાર કોલ અને મેસેજ કરીને સતામણીનો આરોપ

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ ઘટનાના બાદ પણ આરોપીએ યુવતીને સતત ફોન કોલ અને મેસેજ કરીને હેરાનગતિ ચાલુ રાખી હતી. યુવતીના જણાવ્યા મુજબ, 22 જુલાઈએ આરોપીએ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.ત્યારબાદ 23 જુલાઈની રાત્રે યુવતીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

BNSની અનેક કલમો હેઠળ કેસ

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતાની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64, 74, 75(2), 76 અને 333 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે 24 જુલાઈએ નિલય પટેલની ધરપકડ (Nilay Patel Arrest) કરી હતી.આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 29 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

તપાસ હજુ ચાલુ

પોલીસ હાલમાં હોટલના CCTV ફૂટેજ, હોટલ સ્ટાફના નિવેદનો, ડિજિટલ કમ્યુનિકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદના ઓઢવમાં 1.12 કરોડની ફ્લેટ ઠગાઈ! એક જ મિલકત અનેક લોકોને વેચવાના આરોપ, બિલ્ડરો સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો:અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં મકાનો ન વેચાતા બિલ્ડરો હેરાન, પુનર્વિકાસની તેજી ધીમી પડી