Bhavnagar News/ ભાવનગર પરા યાર્ડનો 125 કરોડમાં થશે કાયાકલ્પ, ભાવનગર તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને મળશે આધુનિક સુવિધા

ભાવનગર(bhavnagar) પરા યાર્ડના રિમોડેલિંગ માટે 125 કરોડનો પ્રોજેક્ટ મંજૂર. નવા લૂપ લાઇન, પ્લેટફોર્મ અને FOBથી મુસાફરોને મળશે આધુનિક સુવિધા.

Gujarat Others Breaking News
Bhavnagar

Bhavnagar News : ભાવનગર (Bhavnagar)માં રેલવે માળખું વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવે દ્વારા આશરે રૂ.125 કરોડના ખર્ચે ભાવનગર પરા (BVP) યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર ટર્મિનસ પર ટ્રેનોના વધતા બોજને ઘટાડવામાં મદદ મળશે.

Bhavnagar પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી

પ્રોજેક્ટ હેઠળ યાર્ડ (Yard Remodeling)માં ચાર લૂપ લાઇન, એક એન્જિન રિવર્સલ લાઇન તેમજ ART અને ARME સાઇડિંગનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ સ્ટેશન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ બિલ્ડિંગને સ્થાનાંતરિત કરવાની કામગીરી હાથ ધરાશે.

આ ઉપરાંત આધુનિક ઇલેક્ટ્રિકલ અને સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવવામાં આવશે. સ્થાનિક વાહનવ્યવહારને સરળ બનાવવા બે રોડ અંડર બ્રિજ (RUB)નું પણ નિર્માણ કરવામાં આવશે.

મુસાફર સુવિધાઓમાં થશે વધારો

પ્રોજેક્ટથી મુસાફરોની સુવિધા (Passenger Facilities)માં પણ વધારો થશે. ભાવનગર પરા સ્ટેશન પર નવું હાઇ-લેવલ આઇલેન્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જ્યારે પ્લેટફોર્મ નંબર 2ને પહોળું કરવામાં આવશે. મુસાફરોની અવરજવર સરળ બનાવવા હાલના ફુટ ઓવર બ્રિજ (FOB)નું વિસ્તરણ કરવામાં આવશે તેમજ એક નવો આધુનિક FOB પણ બનાવવામાં આવશે.

રેલવે કનેક્ટિવિટીને મળશે વેગ

ભાવનગર પરા યાર્ડના વિકાસથી રેલવે કનેક્ટિવિટી વધુ અસરકારક બનવાની અપેક્ષા છે. ટ્રેનોની કામગીરીમાં સુધારો થતાં ભાવનગર અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધા મળશે.


આ પણ વાંચો: Indian Railwaysનો જો આ નિયમ તોડ્યો તો 6 મહિનાની જેલ અને ભરવો પડશે દંડ

આ પણ વાંચો: Railway મુસાફરોને મળી શકે છે દિવાળીની ભેટ, રેલ ભાડામાં થઈ શકે છે ભારે ઘટાડો

આ પણ વાંચો: Railway પોતાના કર્મચારીઓને દશેરાએ આપી શકે છે ૭૮ દિવસનું બોનસ