National News/ નોકરી ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં હતી મમતા બેનર્જીની ભત્રીજી, 28 વર્ષની બૃષ્ટિ મુખર્જીએ જીવન ટૂંકાવ્યું

Mamata Banerjee Niece Death: મમતા બેનર્જીના સંબંધિ 28 વર્ષીય બૃષ્ટિ મુખર્જીનો રામપુરહાટ સ્થિત ઘરમાંથી મૃતદેહ મળ્યો. નોકરી ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં હોવાની પરિવારની માહિતી વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories
Mamata Banerjee Niece Death: 28 વર્ષની બૃષ્ટિ મુખર્જીનો ઘરમાંથી મૃતદેહ મળ્યો

Kolkata News: પશ્ચિમ બંગાળના બોલપુર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના સંબંધિ (Mamata Banerjee Niece Death) બૃષ્ટિ મુખર્જીનો મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. 28 વર્ષીય બૃષ્ટિ અગાઉ એક શાળામાં નોન-ટીચિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી હતી. નોકરી ગુમાવ્યા બાદ તેઓ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

ઘરમાંથી મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે રામપુરહાટના કુસુમ્બા વિસ્તારમાં આવેલા તેમના ઘરના ઉપરના માળે એક રૂમમાંથી બૃષ્ટિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામપુરહાટ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં મોકલી આપ્યો છે. તેમના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Mamata Banerjee Niece Death: 2023માં ગુમાવી હતી નોકરી

બૃષ્ટિ મુખર્જી બોલપુરની (Brishti Mukherjee Death) એક ઉચ્ચ પ્રાથમિક શાળામાં નોન-ટીચિંગ સ્ટાફ તરીકે કામ કરતી હતી. જોકે, માર્ચ 2023માં તેમની નોકરી ચાલી ગઈ હતી. વર્ષ 2016ની પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનની ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. કલકત્તા હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેને બાદમાં સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો.

પરિવારજનોએ પોલીસને આપેલી માહિતી અનુસાર, નોકરી ગુમાવ્યા બાદ બૃષ્ટિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશન માટે સારવાર પણ લઈ રહી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, તેમના અંગત જીવનમાં પણ મુશ્કેલીઓ ચાલી રહી હતી અને તેઓ છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી.

પોલીસ વધુ તપાસ હાથ ધરી

બૃષ્ટિના મોતને લઈને પોલીસે હાલ તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય તપાસના આધારે મોતનું કારણ સ્પષ્ટ કરવામાં આવશે. પોલીસે પરિવારજનો તથા સંબંધિત લોકો પાસેથી પણ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. બૃષ્ટિ મુખર્જી મમતા બેનર્જીના પરિવાર સાથે સંબંધ ધરાવતી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.


આ પણ વાંચો: NEET Protest પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ સામેની FIR બંધ

આ પણ વાંચો: ન્યાયતંત્રમાં ‘ડર્ટી સિક્રેટ’નો દાવો! મહિલા જજોના યૌન ઉત્પીડન અંગે ઈન્દિરા જયસિંહનું મોટું નિવેદન

આ પણ વાંચો: સેમ પિત્રોડા બોલ્યા, ગરીબો અને લઘુમતીઓ માટે અવાજ ઉઠાવવો નક્સલવાદ નથી