Gujarat News: પીએમ નરેન્દ્ર મોદીના ‘નાગરિક ભાગીદારી દ્વારા સુશાસન’ના વિચારને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રિફોર્મ ઉત્સવ (Reform Festival) યોજવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન 2 ઓક્ટોબરથી 25 ડિસેમ્બર સુધી ચાલશે.
રાજ્યમાં ઉજવાશે Reform Festival
2 ઓક્ટોબરથી રિફોર્મ ઉત્સવનો મુખ્ય તબક્કો શરૂ થશે. દરેક પંચાયતમાં ‘જન મંથન સભા’ યોજાશે. નાગરિકો પોતાના સૂચનો રજૂ કરી શકશે. MY Bharat વોલન્ટિયર્સ અને Common Service Centre મારફતે હેલ્પ ડેસ્ક પણ ઉપલબ્ધ રહેશે. ઓક્ટોબર દરમિયાન વૉર્ડ સભા, જનસભા, રેલી, વૉકેથોન, સાયકલ રેલી, શેરી નાટક અને કેમ્પસ આઉટરીચ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે.
રિફોર્મ પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થશે
આ અભિયાનમાં પ્રથમ તબક્કો ‘જન મંથન’નો રહેશે, જેમાં 2થી 31 ઓક્ટોબર સુધી સૂચનો એકત્ર કરાશે. ત્યારબાદ ‘વિમર્શ’ તબક્કામાં 10 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી સૂચનોનું વિશ્લેષણ થશે. ત્રીજા તબક્કા ‘જન સમાધાન’માં 10 ઓક્ટોબરથી 20 ડિસેમ્બર સુધી ઝડપી અમલ થઈ શકે તેવા સુધારા એટલે કે ‘ક્વિક વિન્સ’ અમલમાં મૂકવામાં આવશે. મધ્યમ ગાળાના સુધારા માટે પણ રોડમેપ તૈયાર કરાશે.
જિલ્લા કક્ષાએ પણ રહેશે મજબૂત વ્યવસ્થા
રિફોર્મ ઉત્સવ (Gujarat Reform)ને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા જિલ્લા કક્ષાએ પણ સમિતિ બનાવાશે. કલેક્ટર તેના અધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી સહ-અધ્યક્ષ રહેશે. સૂચનો અને તેમના અમલની પ્રગતિને પોર્ટલ પર ટ્રેક કરવામાં આવશે. અંતે ‘સંકલ્પ સિદ્ધિ’ના માધ્યમથી સફળ સુધારાઓને ઉજાગર કરવામાં આવશે.
અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકો પાસેથી મળતા સૂચનો અને રજૂઆતોમાંથી વ્યવસ્થામાં જરૂરી સુધારા ઓળખી તેનો સમયબદ્ધ અમલ કરવાનો છે. સરકારનો પ્રયાસ માત્ર ફરિયાદોના નિવારણ સુધી મર્યાદિત ન રહેતા નાગરિકોના સૂચનોને વ્યવસ્થિત સુધારામાં બદલવાનો રહેશે.
આ પણ વાંચો: સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઈલ-ફોલ્ડર પર રોક: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો: માઇક્રોન પ્લાન્ટમાં 12 કલાકની શિફ્ટને ગુજરાત સરકારની મંજૂરી
આ પણ વાંચો: ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક! જિલ્લા પંચાયતથી મહાનગરપાલિકા સુધી કરોડોની ગ્રાન્ટ
