Kutchh News : ભારે વરસાદ બાદ હવે કચ્છના લખપતમાં ન્યુમનિયાના તાવે કહેર મચાવ્યો છે. જેમાં છેલ્લા ચાર દિવસથી ન્યુમોનિયાના તાવથી 14 જણાના મોત નીપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બે દિવસ અગાઉ ન્યુમોનિયા તાવથી ફક્ત ચાર જ દિવસમાં 12 જણા મોતના મુખમાં ધકેલાઈ જતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. ન્યુમોનિયા તાવથી કચ્છના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ અંગે જિલ્લા પંચાયત પાન્ધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ જાણ કરી હતી. મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતી અંગે જાણ કરી હતી. બાદમાં જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક
