Rajkot/ સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક

રાજકોટમાં સતત બીજા દિવસે એક નકલી ડોક્ટર ઝડપાયો છે, ગઈકાલે શહેર પોલીસે ત્રણ વર્ષથી ડેન્ટીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો ધોરણ 10 પાસ નકલી ડોક્ટર ઝડપી પાડયો હતો. જ્યારે આજે રાજકોટના યુનિવર્સિટી

Top Stories Gujarat
1

રાજકોટમાં સતત બીજા દિવસે એક નકલી ડોક્ટર ઝડપાયો છે, ગઈકાલે શહેર પોલીસે ત્રણ વર્ષથી ડેન્ટીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો ધોરણ 10 પાસ નકલી ડોક્ટર ઝડપી પાડયો હતો. જ્યારે આજે રાજકોટના યુનિવર્સિટી પોલીસે મેડીકલ સર્ટિફિકેટ વગર કંઈક ચલાવતા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે.આ પાર્થ મેઘાણી નામનો નકલી ડોક્ટર યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન વાળી શેરીમાં ચિત્રકુટધામ મેઇન રોડ પર ચિત્રકુટધામ નાગરિક સમિતિ ટ્રસ્ટના નામથી ક્લિનિક ચલાવતો હોવાની બાતમી પોલીસને સૂત્રો પાસેથી મળી હતી. જેથી પોલીસે સ્થળ પર રેડ કરતાં તેની પાસેથી કોઈપણ પ્રકારના મેડિકલ સર્ટિફિકેટ મળ્યા ન હતા. તેમજ છેલ્લા બે મહિનાથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીની દવા તેમજ ઇન્જેક્શન કબજે કર્યા છે.

 

Russia / નવલનીએ રશિયનોને કહ્યું – તમારા ડરને ખત્મ કરો, દેશને ‘ચોરોની ટોળકીથી મુક્ત કરો

આ અંગે વધુમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે નક્કી ડોક્ટર પાર્થ માધવાણી નવલનગર શેરી નંબર 2 માં વરૂડી કૃપા નામના મકાનમાં રહે છે.પોલીસે તેની વિરૂદ્ધ આઈપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડ કરી છે. તેની પાસેથી રોકડા રૂપિયા 960, 2 મોબાઈલ કિંમત 60,000 રૂપિયા, સ્ટેથોસ્કોપ મશીન અને રૂપિયા 100, નેબ્યુલાઈઝર મશીન રૂપિયા 500, બીપીનું મશીન 500 રૂપિયા, ટોર્ચ 50 રૂપિયા, ડ્રેસિંગના સાધનો 100 રૂપિયા, અલગ અલગ કંપનીની દવાઓ તેમજ ઇન્જેક્શન સહિત 3,63,943નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Covid-19 / ગુજરાતમાં કોરોના કરમાઇ રહ્યો છે, આજે એક મોત સાથે ફક્ત આટલા જ કેસ

ગઈકાલે શહેર પોલીસ દ્વારા નકલી ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો હતો જે લક્ષ્મીનગરમાં રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવતો હતો.પોલીસે તેના મકાન પર દરોડો પાડી અને તેને ઝડપી લીધો હતો તેમજ તેની પાસેથી પણ દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. ધોરણ 10 પાસ કરેલું ત્રણ વર્ષથી ડેન્ટીસ્ટ તરીકે પ્રેકટીસ કરતો હતો.તેમજ નાનામોવા મેઈન રોડ પર લક્ષ્મીનગરમાં પીજીવીસીએલ ઓફિસ સામે અનુપમ સોસાયટીમાં રહેતા અલ્પેશ ભરત જોશી નામના 45 વર્ષીય મુન્નાભાઈ એમબીબીએસ દીકરી વિનાજ પોતાના મકાનના પાછળ રૂમમાં ડેન્ટીસ્ટ તરીકે પ્રેકટીસ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.આ શખ્સ પણ દાંત કાઢવાના 250 અને ચોકઠું બનાવવાના 2,000 રૂપિયા લોકો પાસેથી વસૂલતો હતો.

Pakistan / ઇમરાન ખાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, કહ્યું- યુએન કરારથી સમાધાન ….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…