Not Set/ આણંદ/ અકબરપુર વિસ્તારમાં જુથ અથડામણ, લોકોનો એકબીજા પર પથ્થરમારો

સામાન્ય વાતને લઈ થઈ અથડામણ બંને જૂથના લોકોનો એકબીજા પર પથ્થરમારો ખંભાત પોલીસ ઘટના સ્થળે પહોંચી આણંદના અકબરપુરામાં બપોરના સમયે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી. તકરાર થતા બંને જૂથ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસ હાજર હોવા છતાં પણ તોફાની તત્વોએ એકબીજાના ઘર […]

Gujarat Others
  • સામાન્ય વાતને લઈ થઈ અથડામણ
  • બંને જૂથના લોકોનો એકબીજા પર પથ્થરમારો
  • ખંભાત પોલીસ ઘટના સ્થળે પહોંચી

આણંદના અકબરપુરામાં બપોરના સમયે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી. તકરાર થતા બંને જૂથ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસ હાજર હોવા છતાં પણ તોફાની તત્વોએ એકબીજાના ઘર પર પથ્થરમારો ચાલું રાખ્યો હતો. ટોળાએ કેટલાક ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. હાલમાં સ્થાનિક પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અકબરપુરા પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આણંદના અકબરપુરામાંથી પથ્થરમારા સાથે એસિડ એટેક પર કરવામાં આવ્યો છે. બે જૂથ વચ્ચેના ઝઘડામાં એસિડ એટેકમાં એક મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હોવાની માહિતી મળી રહી છે. અસામાજીક તત્વોએ 7 મકાનમાં આગ પણ લગાવી હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એલસીબી, SOG અને DYSP અને DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખંભાત અને આસપાસના વિસ્તારની તમામ પોલીસ હાલ અકબરપુરામાં ખડકી દેવામાં આવી છે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તોફાની તત્વોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.