શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ભાઈપુરા પાસે એક ચોંકાવનારી ઘટના આકાર લીધો છે. વિસ્તારમાં આવેલી મંગલમ મેડિકલ નામની દુકાનમાં અચાનક એક વ્યક્તિ આવ્યો અને એસિડ જેવા જ્વલનશીલ પ્રવાહી મેડિકલની દુકાનમાં છાંટવા લાગ્યો. આ સમગ્ર ઘટના મેડિકલ સ્ટોરમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
નોંધનીય છે કે મેડિકલ સ્ટોર નો વેપાર બાજુ પર ખસી જતા કોઈ શારીરિક નુકસાન થયું હોવાની ઘટના સામે આવી નથી. પરંતુ અજાણી વ્યક્તિ દ્વારા એસિડ જેવા જલદ પ્રવાહીને દુકાન માં છાંટવાની ગંભીર બાબતને લઈને તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ ખોખરા પોલીસ મંગલમ મેડિકલ પર દોડી આવી. પોલીસે સીસીટીવી કેમેરા માખેલ થયેલી ઘટના ને જોયા બાદ આરોપીની શોધખોળ શરૂ કરી. તો બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિકો ના ટોળા ઉમટી આવ્યા. ખોખરા પોલીસે તાબડતોબ આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો હતો. હાલ પોલીસે આરોપીને પકડી એસિડ જેવું જલદ પ્રવાહી છાંટીને કૃત્યો કરવા પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે કવાયત હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
