રાજયમાં છેલ્લા દોઢ વર્ષમાં કોરોના મહમારી ભયનાક જોવા મળી હતી . જેમાં સમગ્ર રાજયમાં લોકડાઉન લાગવાયું હતું . જેમના લીધે ધ્રામિક સ્થળોએ પણ પ્રતિબંધ કરવામાં વાયો હતો. ત્યારે હવે કેસો ઘટતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આ વખતે જુનાગઢમાં લીલી પરિકરમાં પણ યોજાઇ હતી. તેવી જ રીતે માં અંબાના ભક્તો ભક્તો જૂ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા કરી શકશે. અંબાજીમાં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ત્યારે આ શક્તિપીઠની પ્રદક્ષિણા કરવા માટે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ છે. આ વર્ષેમા અંબાના કરોડો શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો :ઉડતા ગુજરાત / સુરત બાદ રોઝી બંદર પાસેથી રૂપિયા 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
51 શક્તિપીઠોની ફરતે ભક્તોને ઉઘાડા પગે પરિક્રમા કરવાની મંજૂરી મળશે. ઉલ્લેખનીય છે કે મા સતીના શરીરના ટુકડાઓરૂપી પૃથ્વી પર 51 શક્તિપીઠો સ્થાપિત છે જે ભારત બહાર શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને તિબેટમાં પણ છે. આ તમામ જગ્યાએ જઈ માઇ ભક્તોને દર્શન કરવા અઘરું પણ પડતું. આથી વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વ હેઠળ બનાસકાંઠા સ્થિત અંબાજીમાં જ 51 શક્તિપીઠો સ્થાપિત કરાયા છે જેથી ભક્તો અહીં એક જ સ્થળેથી તમામ શક્તિપીઠના દર્શન કરી શકે. અલગ અલગ ગુફાઓ પણ અહીં થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી છે.
આ પણ વાંચો ;શેરબજાર કકડભૂસ / શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1014 પોઈન્ટ ગગડ્યું, નિફ્ટી 293 પોઈન્ટ ઘટ્યું
પરિક્રમામાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગવાની ધારણા છે અને મંદિરના સત્તાવાળાઓ યાત્રાળુઓને વર્ષમાં ત્રણથી ચાર દિવસના સમયગાળામાં આ યાત્રા કરવા દેવાનું આયોજન કરી રહ્યા છે. આ 51 શક્તિપીઠો માટે મંદિરના પૂજારીઓને દેવી અંબાના આ મંદિરો પર આરતીની વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા અને મૂર્તિઓનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
