Gujarat Weather: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી (Heat)નો પ્રકોપ યથાવત્ છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન (Rise in temperature)નો પારો ઊંચે જતાં લોકોએ ગરમીથી શેકાવું પડ્યું છે. રાજ્યનાં 13 જીલ્લાઓમાંં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતાં ભીષણ ગરમીથી રાહત મેળવવા લોકો વિવિધ ઈલાજ કરતા જોવા મળ્યાં છે.
હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં 8 રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદ (Heavy rainfall) પડી શકે છે. આગામી દિવસોમાં હવામાન પલટાવવાથી ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે. આગામી બે દિવસ ભાર વરસાદની કોઈ શક્યતા નથી. 1લી મેથી 5 મે સુધી વાતાવરણમાં ઠંડક ફેલાશે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેશે અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદ, કચ્છના રાપરમાં છુટાછવયા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની શક્યતા છે.

રાજ્યમાં ત્રાહિમામ પોકારતી ગરમી (Heat)નો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. 13 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 42.7, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 42.8, વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 42 ડિગ્રી, સુરતમાં 40.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 43.3 ડિગ્રી, કંડલામાં 42.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.9 ડિગ્રી, ભાવનગરમાં 40.8 ડિગ્રી, કેશોદમાં 41.1 ડિગ્રી, મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.

રાજ્યમાં હજુ પણ તાપમાન (Temperature) ઊંચકeવાની આગાહી હવામાન વિભાગે (IMD) કરી છે. ઉત્તર પશ્ચિમના સુકા પવનો ફૂંકાતા ગરમીમાં વધારો થશે. હજુ પણ આગામી 5 દિવસ 40થી 45 ડિગ્રી તાપમાન રહેશે. આજથી 22 એપ્રિલથી કચ્છ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં મહત્તમ તાપમાન (Temperature) પણ 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી 3 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.

ગરમીથી બચવા ACમાંથી બહાર નીકળ્યા બાદ સીધા સીધા સૂર્યપ્રકાશ (Sunlight)માં ન જાવ. જો તમે એસી રૂમમાંથી બહાર નીકળી સીધા ગરમ વિસ્તારમાં જાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જ્યારે પણ તમારે ગરમીમાં ACમાંથી બહાર નીકળવું પડે, ત્યારે પહેલા તેને બંધ કરો અને જ્યારે તમારા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ એસી રૂમમાંથી બહાર આવો.
તડકામાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી (Cold water) પીવાની ભૂલ ક્યારેય ન કરો. જો તમને તરસ લાગી રહી હોય, તો તડકામાંથી આવ્યા પછી હંમેશા સાદું પાણી અથવા માટલાનું પાણી પીવો. શરીર ઠંડુ થઈ જાય ત્યારે ઠંડુ પાણી પીવો.

ગરમીથી બચવા માટે, બપોરના તડકામાં બહાર ન જવાનો પ્રયાસ કરો. જો તમારે તડકામાં બહાર જવું પડે, તો તમારા માથાને સુતરાઉ કાપડથી ઢાંકો અને હળવા રંગના આરામદાયક કપડાં પહેરો.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન
