Ahmedabad/ રેલવેમાં ફરજ બજાવતા પોલીસને નવા વર્ષની ભેટ, 77 પોલીસકર્મીઓ ને અપાયા પ્રમોશન

રેલ્વે SP પરિક્ષીતા રાઠોડ દ્વારા 77 જેટલા પોલીસકર્મીઓને બઢલી આપતાની સાથે સાતમાં પગારપંચ મુજબનું ગ્રેડ પે આપવામાં આવ્યુ છે તેમજ હાલનાં મહેકમ સ્થળે જ ફરજ બજાવવાનો આદેશ કર્યો છે.

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલાં જ પોલીસ ઇન્સપેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે ત્યારે પશ્રિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનનાં એસપી પરિક્ષીતા રાઠોડ દ્વારા રેલ્વેમાં ફરજ બજાવતા 77 જેટલા પોલીસ કર્મીઓની નવા વર્ષન ભેટ સ્વરૂપે બઢતીઓ આપવામાં આવી છે.જેમાં 55 જેટલા બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે ત્યારે 22 જેટલા બિન હથીયારી હેડ કોન્સ્ટેબલને બિનહથિયારી ASI તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યુ છે.

રેલ્વે SP પરિક્ષીતા રાઠોડ દ્વારા 77 જેટલા પોલીસકર્મીઓને બઢલી આપતાની સાથે સાતમાં પગારપંચ મુજબનું ગ્રેડ પે આપવામાં આવ્યુ છે તેમજ હાલનાં મહેકમ સ્થળે જ ફરજ બજાવવાનો આદેશ કર્યો છે. ત્યારે બઢતી મળતા તમામ પોલીસકર્મીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…