Dahod/ ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થઈ હોય તેવી કામગીરી, દાહોદ બાળકી હત્યા કેસમાં માત્ર 12 દિવસમાં ચાર્જશીટ

દાહોદની તોયણી શાળામાં બાળકીના મોત મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી.

Top Stories Gujarat Others

Dahod News: દાહોદની તોયણી શાળામાં બાળકીના મોત મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી. બનાવના 12 જ દિવસમાં ગૃહવિભાગે ચાર્જશીટ દાખલ કરી. દાહોદની તોયણી શાળામાં બાળકી સાથે બનાવલે બનાવમાં સરકારે ઝડપી કામગીરી કરી. આ કેસની કાર્યવાહીને લઈને હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની પ્રશંસા કરવા સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું.

હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં કયારે પણ આવી કામગીરી થઈ નથી. એવું પ્રથમ વખત બન્યું છે કે બનાવના 12 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. દાહોદ કેસમાં સરકારને મોટી સફળતા મળી છે. ગૃહવિભાગે 12 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરતાં ગુનેગારો સામે કડક વલણ અપનાવતા હોવાનું પુરાવો આપ્યો છે. દાહોદ પોલીસે તોયણી શાળામાં બાળકીના મોત મામલે તાત્કાલિક પગલાં લેતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શાળાના આચાર્ય દ્વારા જ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ કેસમાં આજે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આજે પોલીસ 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે

દાહોદ: પ્રાથમિક શાળામાં 6 વર્ષની બાળકીના મોત મામલે સનસનીખેજ ખુલાસો, શાળાનો આચાર્ય જ... - Death of a 6 year old girl

આ કેસમાં હર્ષ સંઘવીએ દાહોદની પોલીસની કામગીરીને બિરદાવી. વધુમાં તેમણે જણાવ્યું કે આરોપીએ પુરાવાના નાશ કરવા પ્રયાસ કર્યો હતો છતાં પોલીસે તમામ માહિતી એકત્ર કરતા આચાર્ય જ આરોપી હોવાનું ખુલ્યું. આ કેસની તપાસ માટે સ્પેશિયલ પીપીપીની નિમણૂંક કરવામાં આવી. તેમજ જૂજ કેસમાં રિપોર્ટ કરવામાં આવે છે તેવો એપીથીલીયલ ટેસ્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા. Forensic chemistry: બાળકીમા ઝેરની હાજરી હતી કે નહી તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. Forensic Vehicle analysis:પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમા સફળ રહ્યા નથી, આ ટેસ્ટમા પુરવાર થયુ છે. Forensic Toxicology, Forensic Voice Spectrography: આરોપી એ અન્ય સાહેદને ધમકાવ્યા તે ફોનમા રેકર્ડીગ થયુ છે, તેનુ પરીક્ષણ કર્યુ છે, એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે.

150થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. તેમજ 65 જેટલા ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યા. ઉપરાંત બાળકીમાં ઝેરની હાજરી હતી કે નહી તેનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. સમગ્ર નિરીક્ષણ બાદ આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ સાક્ષીઓને ચાર્જશીટમાં સામેલ કરવા સાથે એફએસએલનો રિપોર્ટ પણ સબમિટ કરાયો.

દાહોદની પ્રાથમિક શાળામાંથી ધો.1ની વિદ્યાર્થિનીની લાશ મળી આવતા ચકચાર – Gujarat Mirror

દાહોદમાં બાળકીને હત્યાને લઈને સરકાર ગંભીર હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને આડેહાથે લેતા કહ્યું કે તેઓ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતા અને અમે દિકરીને ન્યાય અપવાવામાં વય્સત હતા. ગૃહપ્રધાને પ્રેસ કોન્ફરન્માં જણાવ્યું કે બાળકીઓ પર થતા અત્યાચાર મામલે આ કેસ વધુ ઉદાહરણરૂપ બનશે. આ કેસમાં હત્યારા શિક્ષક સામે ચાર્જશીટ ફાઇલ કરાઈ છે અને સુપ્રીમ કોર્ટમાંથી પણ આરોપીને જામીન ના મળે તેમજ બળાત્કારીને ફાંસીની સજા થાય તે પ્રકારની તૈયારી સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ ખાસ વકીલ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને લીમખેડા સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ  કરાઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી

આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી

આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ