Ahmedabad News/ અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે, નવી પોલીસ કમિશ્નર કચેરીનું ઉદ્ધાટન તેમજ નવરાત્રિનો શુભારંભ કરાવશે

નવી પોલીસ કમિશ્નર ઓફિસના ઉદ્ધાટન કાર્યક્રમમાં 700 VVIP સહિત 12,000 લોકો હાજર રહેશે. અમદાવાદ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અત્યાધુનિક

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: આજથી બે દિવસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત મુલાકાતે છે. અમદાવાદમાં રૂપિયા 447 કરોડના ખર્ચો વિવિધ લોકાર્પણ કરશે. સાંજે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશ્નર ઓફિસનું (Ahmedabad Police Commissioner Office) ઉદ્ધાટન કરી રાત્રે જીએમડીસી ખાતે નવરાત્રિનો શુભારંભ કરાવશે. રાત્રે નારણપુરા અને વેજલપુરની સોસાયટીઓમાં ગરબા કાર્યક્રમમાં હાજરી આપશે. તો બીજા દિવસે સાંજે માણસાના બીલોદરામાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી મોડી સાંજે તેમના વતનમાં માતાજીની આરતી અને દર્શન કરશે.

અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી

નવી પોલીસ કમિશ્નર ઓફિસના ઉદ્ધાટન કાર્યક્રમમાં 700 VVIP સહિત 12,000 લોકો હાજર રહેશે. અમદાવાદ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવું બિલ્ડિંગ તૈયાર છે. હાઈફાઈ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશ્નર બેસશે.

બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિત વાહનો પાર્ક કરી શકાશે. અમદાવાદ શહેરના મોનિટરિંગ માટે 180ની સિટિંગ કેપેસિટીનું કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાયું છે. મુલાકાતીઓનું સ્કેનિંગ કર્યા બાદ એન્ટ્રી મળશે. એન્ટ્રી માટેના બે ગેટ બનાવવામાં આવ્યા છે.

ગોતા વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરાશે

નવી ઓફિસમાં પોલીસ કમિશ્નર એડમિન સ્પેશિયલ બ્રાન્ચ કન્ટ્રોલરૂમ કન્ટ્રોલ ડીસીપીના સહિતના અધિકારીઓ, પીસીબી અને અન્ય બ્રાન્ચના લોકો માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલા માળ પર ડીસીપી કન્ટ્રોલની કચેરી એડમિનિસ્ટ્રેશન અને સ્પેશિયલ બ્રાન્ચની કચેરી રાખવામાં આવી છે. એક જ જગ્યાએથી મોનિટરિંગ કરીને જે તે ઝોનના ડીસીપી અને સ્થાનિક અધિકારીઓને તેની જાણ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં મ્યુનિ. કમિશ્નરનું સોગંદનામું કોર્ટને અસ્વીકાર્ય

આ પણ વાંચો:ભ્રષ્ટાચારથી ખદબદતુ TDOનું તંત્ર સુધારવા કમિશ્નરની કવાયત

આ પણ વાંચો:RTI કમિશ્નરની હજી સુધી નિમણૂક થઈ નથી, કમિશ્નર વગર જ ચાલશે GIC