Vadodara News: વડોદરા (Vadodara)માં દોઢ વર્ષ સુધી લગ્નની લાલચ (Pretext of Marriage) આપી વિધર્મીએ સગીરા સાથે દુષ્કર્મ (Rape) આચરતાં પોલીસે આરોપી સહિત 3 લોકોની ફરિયાદ નોંધી છે. કપુરાઈ પોલીસે ત્રણેય સામે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં વધુ એક કથિત લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષ સુધી લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાને ધર્મ પરિવર્તન કરવા સાહેલ પઠાણ દબાણ કરતો હતો. આરોપી સાહેલ પઠાણે સગીરાને મારઝૂડ શરૂ કરતા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આજવા રોડ પર રહેતા સાહેલ પઠાણ સહિત 3ની ધરપકડ કરી છે.
પોલીસે દુષ્કર્મ મામલે અન્ય બે મદદગાર વિધર્મીની પણ ધરપકડ કરી છે. મદદગાર ફઈમ અફીમવાલા અને જુનેદ મલેક પણ પોલીસ પકડમાં આવ્યો છે. કપુરાઈ પોલીસે ત્રણેય આરોપીઓ સામે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સગીરા 17 વર્ષની હતી ત્યારે આરોપીએ દુષ્કર્મ (Rape) ગુજાર્યું હતું.
અગાઉ વડોરાનાં શહેરના માંજલપુરમાં ધોરણા 12માં અભ્યાસ કરતી સગીરા દુષ્કર્મ (Rape)નો ભોગ બની હતી. સગીરાને વિધર્મી યુવક દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવી હતી. માંજલપુરના ગરબા મેદાનમાં સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા વિધર્મી યુવક સગીરાને ટોર્ચર કરતો હતો. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. આ ફરિયાદ મુજબ આરોપી વાજીદશા દિવાને સગીરાને ગયા મહિને બે વખત મિત્રના ઘરે લઇ જઇને જબરદસ્તીથી દુષ્કર્મ (Rape) આચર્યું હતું.
માંજલપુરમાં સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા વિધર્મી યુવક સગીરાને ટોર્ચર કરતો હતો. સગીરા માંજલપુર વિસ્તારમાં જ્યાં ગરબા રમવા જાય ત્યાં આરોપી વાજીદશા દિવાન પણ પહોચી જતો. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પોલીસે આરોપી વાજીદશા દિવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો:વડોદરામાં નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ
આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર
આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ
