Not Set/ સાચુ શું ??? – 01 અને 02 સપ્ટેમ્બરનાં સરકારી આંકડા પ્રમાણે રાજકોટમાં કોઇ મોત નહીં, લોકલ આંકડા પ્રમાણે 32 અને 27 મોત..

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે તે વાત પાક્કા પાયે પાક્કી છે અને માટે જ રાજ્યનાં આરોગ્ય સચિવ જ્યંતિ રવી રાજકોટ છે, તો ઉપ સચિવ પંકજ કુમાર સૌરાષ્ટ્રનાં જામનગરમાં છે. ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા પણ રાજકોટ મામલે ડિજિટલ મીટિંગો કરવામાં આવી રહી છે. તમામ હકીકતો વચ્ચે આજે ફરી રાજકોટમાંથી પાછલા 24 કલાકમાં 27 દર્દીના મોત થયાનું […]

Gujarat Rajkot

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે તે વાત પાક્કા પાયે પાક્કી છે અને માટે જ રાજ્યનાં આરોગ્ય સચિવ જ્યંતિ રવી રાજકોટ છે, તો ઉપ સચિવ પંકજ કુમાર સૌરાષ્ટ્રનાં જામનગરમાં છે. ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા પણ રાજકોટ મામલે ડિજિટલ મીટિંગો કરવામાં આવી રહી છે. તમામ હકીકતો વચ્ચે આજે ફરી રાજકોટમાંથી પાછલા 24 કલાકમાં 27 દર્દીના મોત થયાનું નોંધવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકમાં નોંધવામાં આવેલા 27 મોત પૈકી સિવિલ હોસ્પિટલમાં 22 દર્દીઓના મોત થયા અને ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીના મૃત્યુ થયાનું નોંધવામાં આવે છે. 

મહત્વની બાબત છે કે, છેલ્લા 2 દિવસમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનાં 59 દર્દીના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યું છે તેવી માહિતી વિદિત છે. તો છેલ્લા એક સપ્તાહમાં 120થી વધુ દર્દીઓના કોરોનાનાં કારણે રાજકોટમાં મોત થયાનું નોંધવામાં આવ્યું છે. 

આપણ વાંચો : #CoronaUpdateGujarat/ 1310 નવા કેસ – 14 લોકો બન્યા કોરોનાનો ભોગ, રિકવરી રેટ થયો 80%થી વધું  – 01.09.2020

વિચીત્ર બાબત એ છે કે, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના મામલે ડેઇલી અપડેટમાં ગઇકાલે એટલે કે 02.09.2020ના રોજ એટલે કે પાછલા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાનાં કારણે એક પણ મોત નોંધવામાં આવ્યું નથી. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં ગઇકાલે સરકારનાં અપડેટ પ્રમાણે 12 લોકોનાં કોરોનાનાં કારણે મોત થયા હતા અને તેમા રાજકોટમાં કોઇ મોત થયાનુ નોંધવામાં આવ્યું નથી, જ્યારે લોકલ આંકડા પ્રમાણે ઉપર જણવ્યા પ્રમાણે 27 મોત નોંધવામાં આવ્યા છે. અને જો વાત કરવામાં આવે 01.09.2020ની તો રાજકોટમાંથી સામે આવતા આંકડા પ્રમાણે અધધધ 32 લોકોનાં મોત કોરોનાનાં કારણે આ તારીખે થયા હતા, જ્યારે સરકારનાં કોરોના અપડેટમાં ગુજરાતમાં થયેલા 14 મોતમાંથી રાજકોટમાં ફરી પાછું કોઇ મોત થયાનું નોંધવામાં આવ્યું નથી.

આપણ વાંચો : #CoronaUpdateGujarat/ 1305 નવા કેસ સાથે કુલ આંક 1 લાખ પહોંચવામાં એક દિવસનું જ સંભવિત અંતર   – 02.09.2020

સાચુ શું ??? ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પૂર્વે પણ મોતનાં આંકડા મામલે ભારે વિવાદ જાગ્યો હતો અને RMC દ્વારા મોતનો આંકડો જ આપવાનો બંઘ કરી દેવામાં આવ્યો હતો. ફરી છેલ્લા ઘણા દિવસથી તંત્ર દ્વારા જ બે જૂદી જૂદી જગ્યાએથી આપવામાં આવતા આંકડામાં ભારે ફરક નોંધવામાં આવી રહ્યો હોય આ મુદ્દો ફરી વિવાદ સર્જે તેવી ભીંતી જોવામાં આવી રહી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews