Political/ મનસુખ વસાવા લાંબા સમયથી સરકારના કામથી દુ:ખી હતા : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

મનસુખ વસાવા લાંબા સમયથી સરકારના કામથી દુ:ખી હતા : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

Top Stories Ahmedabad Gujarat

ભાજપનાં દિગ્ગજ નેતા ગણાતા મનસુખ વસાવાએ રાજીનામુ આપી દીધુ છે. ભાજપના દિગ્ગજ નેતાના રાજીનામાં ઉપર જાતજાતની ચર્ચાઓ ચાલીરહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે પ્રતિક્રિયા આપતા તીખા પ્રહારો કર્યા છે. તેમે જણાવ્યું છે કે,  મનસુખ વસાવા ઘણાં લાંબા સમયથી સરકારના કામથી નારાજ હતા.

વધુમાં તેમને જણાવ્યું છે કે, મનસુખ વસાવાની વાત સરકાર સાંભળતી નથી, લાંબા સમયથી સરકારના કામથી દુ:ખી હતા. કોંગ્રેસે પણ આદિવાસીઓના મુદ્દે સરકારને રજૂઆત કરી હતી.

નોધનીય છે કે, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને લેખિતમાં રાજીનામું આપ્યું છે. મનસુખ વસાવાનાં રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાના પત્રમાં મનસુખ વસાવાએ પાર્ટી પર કોઈ પણ આરોપ પ્રતિઆરોપ કર્યા વિના એક મુખ્ય કારણ આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે મારી ભૂલથી પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચે તેની માટે હું રાજીનામું આપું છું.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો