Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીત (Suicide) મહિલા રિદ્ધિ ભરવાડે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. મૃતકના પરિવારે તેના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે રિદ્ધિ પર સતત દહેજ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, રિદ્ધિ ભરવાડના પતિ દિલીપ ભરવાડ અને સાસરિયાઓ લાંબા સમયથી દહેજની માંગણી કરી રહ્યા હતા. પરિવારનો આરોપ છે કે જમાઈ દિલીપ ભરવાડ રિદ્ધિને માનસિક રીતે હેરાન કરી રહ્યા હતા અને ‘થાર’ (Thar) કાર ખરીદવા માટે પૈસાની માંગણી કરી રહ્યા હતા.
સાસરિયા પક્ષના તમામ સભ્યો ફરાર
એવું જાણવા મળ્યું છે કે રિદ્ધિએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા તેના સાસરિયાઓ સાથે ઉગ્ર દલીલ કરી હતી, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. રિદ્ધિના આપઘાતના પ્રયાસ બાદ, તેના સાસરિયાઓ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. એવું પણ કહેવામાં અવી રહ્યું છે કે, હોસ્પિટલમાં મૃતદેહ મૂકીને સાસરિયા પક્ષના તમામ સભ્યો ફરાર થઈ ગયા છે.
ફરિયાદ નહીં નોંધ્ય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ: પરિવારજનો
જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તેનો મૃતદેહ જોઈને પરિવાર ચોંકી ગયો હતો. આઘાત પામેલા અને ગુસ્સે ભરાયેલા પરિવારે માંગ કરી છે કે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ફરિયાદ (FIR) દાખલ ન થાય ત્યાં સુધી તેઓ તેમની પુત્રીનો મૃતદેહ સ્વીકારશે નહીં. વસ્ત્રાપુર પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે અને ફરાર સાસરિયાઓની શોધ કરી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત
આ પણ વાંચો: બલોલ ગામમાં સાસરિયાના માનસિક ત્રાસથી પરણીતાનો આપઘાત
