Ahmedabad News/ અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા

પોલીસે હાલ મૃતકે શા માટે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News :  અમદાવાદના જોધપુર વિસ્તારમાં ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ ભગવાનભાઈ ઠાકોર(50)એ ગઈકાલે પોતાની રિવોલ્વર વડે માથાના ભાગે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. રમેશભાઈ ઠાકોર એક ચેનલમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હતા.

આ બનાવની વિગત મુજબ રમેશભાઈના પુત્ર દીપ ઠાકોરે પોલીસને જણાવ્યું હતું કે 5.9.2025ના રોજ સાંજે પાંચ વાગ્યે તેણે ચાર્જીંગના કેબલનો તેના ઘરના સરનામે ઓર્ડર આપ્યો હતો. આ પાર્સલ ઘરેથી મેળવવા તણે તેના મિત્ર આશીષ ઠાકોરને ફોન કર્યો હતો અને ઘરેથી પાર્સલ લેવા કહ્યું હતું. બાદમાં આશિષે દીપના ઘરે જઈને દીપને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તારા પિતા રમેશભાઈ સોફા પર પડ્યા છે અને રિવોલ્વર વડે માથામાં ગોળી મારી દીધી છે.

આથી દીપ તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. તેણે જોયું તો પિતા લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. દીપે તેની માતા સોનલબેનને આ અંગે પુછતા કહ્યું હતું કે તે સમયે મકાનના કામ માટે ઉપરના માળે ગય્ા હતા. તે સમયે ગોળી ફૂટવાનો અવાજ આવતા તે નીચે આવી ગયા હતા. તેમણે જોયું તો પતિ રમેશભાઈએ માથાના ભાગે ગોળી મારી દીધેલી હતી. બાદમાં અન્ય સંબંધીઓની મદદથી તેમને શેલ્બી હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

રમેશભાઈ ઠાકોરને પગની નસના કારણે કમરમાં અસહ્ય દુખાવો થતો હતો. અવારનવાર નવી બિમારી થતી હોવાથી કંટાળી ગયા હતા. તેમને ડાયાબિટીશ પણ હતો અને સ્ટેન્ટ મુકાવેલું હતું. બિમારીને કારણે તેઓ કહેતા હતા કે આના કરતા તો મરી જવું સારૂ.. બે ત્રણ વખત તેમણે દીપ સામે આવું કહયું હતું.
આ અંગે આનંદનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ૮ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ, નર્મદામાં રાતે પ્રતિ સેકન્ડે 1.26 કરોડ લીટર પાણી વહેશે

આ પણ વાંચો:ક્રેડાઈના પદાધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા

આ પણ વાંચો:રાજકોટ-અમદાવાદ હાઇવેનું અધૂરું કામ વાહનચાલકો માટે પરેશાની, સિક્સલેન હાઇવે માટે 7 વર્ષ ટૂંકા પડ્યાં