Gandhinagar News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. જેમાં આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે.તે સિવાય અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
પાટણ, હારીજ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે પાલનપુર અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. તે સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પડશે ભારે વરસાદ
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 4થી 10 ઇંચ વરસાદ પડશે. અમદાવાદ-ગાંધીનગરમાં જળબંબાકારની અંબાલાલની આગાહી છે.આગામી 5થી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ ભાગોમાં વરસાદ પડશે. આગામી 13થી 18 સપ્ટેમ્બરમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. જેને લઈને પવનની ભારે ગતિ કૃષિ પાક માટે નુકશાન કારક બની શકે.
આ પણ વાંચો:ક્રેડાઈના પદાધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા
આ પણ વાંચો:રાજકોટ-અમદાવાદ હાઇવેનું અધૂરું કામ વાહનચાલકો માટે પરેશાની, સિક્સલેન હાઇવે માટે 7 વર્ષ ટૂંકા પડ્યાં
