Bharuch News : ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ૮ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. ભારે વરસાદને કારણે સ્કૂલ, કોલેજ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સતત વરસી રહેલ વરસાદને કારણે નેત્રંગ ગામ જળબંબાકાર બની ગયું છે.
જેમાં સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ પાણીના કારણે અટવાઈ ગયા હતા. જેને પગલે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ટેકટ્રરની મદદથી રેસ્ક્યુ કરવામાંઆવ્યું હતું. હવામાન ખાતાની આગાહીને લઇ ને નેત્રંગ નગર સહિત પંથક ભરમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે…રાત્રિના સમયથી જ ધમાકેદાર એન્ટી શરૂ કરી હતી…સતત આઠ કલાક વરસાદ વરસી રહ્યો હોવાથી જળબંબાકાર થયો છે. નેત્રંગ-વાલીયા રોડ પર આવેલ સરકારી કોલેજ પાસે સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ ફસાયા છે.
પાણીના ધસમસતા પ્રવાહને કારણે ૨૦૦ જેટલા વિધાથીઓ તેમજ કોલેજ સ્ટાફ ફસાયો હતો.જોકે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ સલામત બહાર કાઢ્યા હતા. નેત્રંગ નાયબ મામલતદાર રીંકલબેન વસાવા અને સ્ટાફ સહિત તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ પવાર, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ પોલીસ સ્ટાફ અને નેત્રંગ ગ્રામપંચાયત ના સરપંચતથા તલાટી લોકોની મદદે દોડી આવ્યા હતા
વરસાદને કારણે ધોલી, પિંગુટ, બલદેવા જેવા ત્રણેય ડેમો ઓવરફોલ થયા છે.
બીજીતરફ ભરૂચમાં બે વર્ષ બાદ ફરી નર્મદા નદીમાં પુરનું સંભવિત સંકટ ઉભુ થયું છે. નર્મદા નદીમાં રાતે 8 કલાક થી પ્રતિ સેકન્ડે 1.26 કરોડ લીટર પાણી વહેશે…મધરાતે ભરૂચ ગોલ્ડનબ્રિજે નદી ભયજનક સપાટી 24 ફૂટને સ્પર્શે તેવી શકયતા છે. જ્યારે નર્મદા નદીની સપાટી સાંજના 18.69 ફૂટે સ્પર્શી હતી. નર્મદા ડેમના 15 દરવાજામાંથી રાતે 8 કલાકથી છોડાશે 4.45 લાખ ક્યુસેક પાણી…
ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંભવિત પુરના પગલે સ્થળાંતરની સ્થિતિ માટે તંત્ર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
તા 04/9/2025
સમય – 19/00 કલાક
નર્મદા ડેમ ની મહત્તમ સપાટી – 138.68 મીટર
હાલ નર્મદા ડેમ ની સપાટી – 135.66 મીટર
ગ્રોસ સ્ટોરેજ – 8515.60 MCM
પાણીનો સંગ્રહ – 90.02 %
પાણીની આવક – 449927.00 ક્યુસેક
નદીમાં પાણીની જાવક – 396521 ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – 23065.00 ક્યુસેક
•આજે રાત્રે 8 કલાકથી ગેટ મારફતે 4,00,000 કયુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 4,45,000 કયુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો છે. નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. ત્રણેય જિલ્લા કલેક્ટર ને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાંઆવી છે.
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ, ખેડબ્રહ્મા-વડાલીમાં ભારે વરસાદ
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા
