Gujarat BJP Pradesh Karobari List 2026: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ તેના સંગઠન માળખાને આખરી ઓપ આપી દીધો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે 19 જાન્યુઆરી, 2026ના રોજ નવી ‘પ્રદેશ કારોબારી’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં અનુભવી અને સક્રિય કાર્યકરોનો સમન્વય જોવા મળી રહ્યો છે.
સંગઠનનું માળખું: કોને મળ્યું સ્થાન?
BJPના બંધારણ મુજબ પ્રદેશ પ્રમુખ અને અન્ય હોદ્દેદારો સહિત કુલ 106 સભ્યોની નવી કારોબારી તૈયાર કરવામાં આવી છે. પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આ યાદીમાં અગાઉ જાહેર થયેલા હોદ્દેદારો ઉપરાંત 26 જેટલા દિગ્ગજ અને વિશેષ આમંત્રિત સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ બાકી રહેલી તમામ સંગઠનાત્મક નિમણૂંકો આજે પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચૂંટણી લક્ષી રણનીતિનું પ્રથમ પગથિયું
જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જાહેર થયેલી આ કારોબારી આગામી સમયમાં પક્ષના કાર્યક્રમો અને સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવાનું કામ કરશે. સંગઠનાત્મક ફેરફારો દ્વારા ભાજપ હવે નવા જોશ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

\

