Dahod News: દાહોદમાં એપીએમસીની ચૂંટણી દરમિયાન ભાજપનો આંતરિક અસંતોષ કહો કે આંતરિક વિખવાદ કહો તે રીતસર ઉડીને બહાર આવ્યો હતો. તેમા ભાજપના ઉમેદવારોની સામે ભાજપના જ ઉમેદવારો ટકરાયા હતા. ભાજપના હોદ્દેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ બાબતની પક્ષના મોવડીમંડળે ઉચ્ચ સ્તરે નોંધ લીધી હતી. પક્ષના મોવડીમંડળે તરત જ બળવો કરનારા ત્રણ ઉમેદવારોને તાત્કાલિક ધોરણે પક્ષમાંથી પાણીચુ આપી દીધું હતું. આમ નવા પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બળવાખોરો સામે કેટલી ઝડપી ગતિથી પક્ષનું મોવડીમંડળ કામ કરે છે તે બતાવી દીધું હતું.
આ બનાવમાં ભૂતપૂર્વ શહેર પ્રમુખ સહિત ત્રણ જણાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ શહેર પ્રમુખ કમલેશ રાઠીને પક્ષમાંથી ઘરભેગા કરવામાં આવ્યા હતા. નગરસિંહ પલાસ અને મનુ માવીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય જણાએ પક્ષના મેન્ડેટ મુજબના ઉમેદવારો સામે ઉમેદવારી કરતાં પક્ષે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવતા દાહોદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ અગાઉ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જ ભાજપના મેન્ડેટ સામે પક્ષના સભ્યોએ બળવો કરતાં દાહોદ એપીએમસીની ચૂંટણી રીતસર હોટ કેક બની ગઈ હતી. ભાજપે જારી કરેલા મેન્ડેટ છતાં ખેડૂત વિભાગમાં એપીએમસીના વાઇસ ચેરમેન નગરસિંહ પલાસ અને એપીએમસીના ભૂતપૂર્વ ડિરેક્ટર મનુભાઈ માવીએ ઉમેદવારી યથાવત્ રાખતા પક્ષમાં જ આંતરિક ખેંચતાણ બહાર આવી છે.
આ ઉપરાંત વેપારી વિભાગમાં ભૂતપૂર્વ ભાજપ શહેર પ્રમુખ કમલેશ રાઠીએ ઉમેદવારી યથાવત્ રાખતા પક્ષની અંદરની ગેરશિસ્ત ઉઘાડી પડી હોવાનું દેખાયું હતું. જો કે સંઘ વિભાગની બંને બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આમ બાકી રહેલા 14 ઉમેદવારો વચ્ચે 24 ઓક્ટોબરે જંગ જામશે. દાહોદ એપીએમસીની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાવવાની તારીખ શુક્રવારની હતી. આ પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે.
આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 18 ઉમેદવાર મેદાનમાં છે. વેપારી વિભાગની ચાર બેઠક માટે છ ઉમેદવાર મેદાનમાં છે. રાજકીય રીતે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણીમાં ભાજપે બધા બળવાખોરોને મનાવવા એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં તેને નિષ્ફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) રાજ્યની બીજા નંબરની એપીએમસી છે.
આ પણ વાંચોઃ Dahod/દાહોદ APMC આજથી સ્વૈચ્છિક બંધ, APMC માર્કેટ 10 મે સુધી સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
આ પણ વાંચોઃ Dahod/દાહોદઃ ઝાલોદ APMCની ચૂંટણીનો મામલો શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો માજી સાંસદ બાબુ કટારા, પૂર્વ DIG
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022/ભાજપે ગુજરાત માટે જાહેર કર્યું સંકલ્પ પત્ર, જેપી નડ્ડાએ કર્યા આ 5 મોટા વચનો
