Gujarat News : ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ સંગઠનમાં વ્યાપક ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી સંગઠનાત્મક નિમણૂક મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરાઈ છે.જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની વરણી કરવામાંઆવી છે.
પ્રશાંત વાળાને મીડિયા ઈન્ચાર્જ પ્રશાંત વાળા બનાવાયા છે. જ્યારે યુવા મોરચા પ્રમુખ તરીકે ડો.હેમાંગ જોષીની નિમણુક કરવામાંઆવી છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન વેકરીયા, કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેન હિરપરા, ઓ.બી.સી મોરચાના પ્રમુખ તરીકે માનસી પરમાર, એસ.સી મોરચાના પ્રમુખ તરીકે ડો.કિરીટ સોલંકી, એસ.ટી મોરચાના પ્રમુખ તરીકે ગણપત વસાવા, લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન કાઝીની નિમણૂક કરવામાં આવી છે.

પંચમહાલના જયદ્રથસિંહ પરમાર ઉપપ્રમખ બન્યા છે. જ્રયારે રમેશ ધડુક અને ભરત પંડ્યાને ઉપપ્રમુખ બનાવાયા છે. રાજેશ ચુડાસમાં, નટુજી ઠાકોર અને ગીતાબેન રાઠવા ઉપપ્રમુખ બન્યા છે.
ગૌતમ ગેડીયા, અરવિંદ પટેલ, રસિક પ્રજાપતિ પણ ઉપપ્રમુખ બન્યા છે. ઉપરાંત પુર્વ ધારાસભ્ય ઝંખના પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે અનિરૂધ્ધ દવે, પ્રશાંત કોરાટની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. અજય ભ્રમ્હભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણની પણ મહામંત્રી તરીકે વરણી કરાઈ છે.
