નવસારીનાં ચિખલીમાંથી જમીન વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. ચાલસાઝો દ્વારા બીજાની જમીન પોતાની કહીને પૈસા પડાવતા હોવાની ઘટના સામે આવી છે. ચાલસાઝ ટોળકીનાં આરોપીઓની નવસારી SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીમાં 10થી વધુ સભ્યો હોવાની વાત પ્રથમિક તપાસમાં સામે આવી રહી છે. તમામ ટેળકી સભ્યોનાં આરોપીઓમાંથી પોલીસ દ્વારા ત્રણ બહેનોની ધરપકડ કરાઈ છે. જ્યારે આ ગુના સબબ અન્ય ૭ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
આપને જણાવી દઇએ કે આ ટોળકી દ્વારા 1 કરોડ 25 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. તો આ ચાલસાઝ ટોળકી દ્વારા ચીખલી, ગણદેવી,વલસાડ તાલુકામાં છેતરપિંડી કરી પોત પ્રકાશવામાં આવ્યું હોવાની વાતને પુષ્ટી મળી રહી છે. નવસારી પોલીસ દ્વારા હાલ તમામ ફરાર આરોપીની શોધ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
