Dahod News/ દાહોદ LCB બની હાઈટેક! ડ્રોનની મદદથી છુપાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યાં

દાહોદ પોલીસે ફરી એકવાર ડ્રોન ઉડાવીને આરોપીઓને પકડી પાડ્યા છે.

Top Stories Gujarat Others

Dahod News: દાહોદ(Dahod)માં ડ્રોન(Drone)ની મદદથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે, આરોપીઓએ છત્તીસગઢના મુગેલીથી ડમ્પર ચોરી કર્યું હતું અને ચોરી કર્યા પછી દાહોદ પહોંચ્યો હતો. દાહોદ LCB પોલીસે હરિયાણાથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગુજરાતના DGP વિકાસ સહાયે આ સમગ્ર મામલે દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને (Local Crime Branch) માહિતી મળી હતી કે બે આરોપીઓ છત્તીસગઢના મુગેલીથી ડમ્પર ચોરીને ગુજરાતની સરહદે પહોંચ્યા છે, ત્યારબાદ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી, પોલીસને માહિતી મળી હતી કે બંને આરોપીઓ ખેતરમાં ઘૂસી ગયા હતા અને ખેતરની વચ્ચે બેઠા હતા, ત્યારબાદ પોલીસે ડ્રોન ઉડાડીને ખેતરની અંદર આરોપીઓને પકડી લીધા હતા. દાહોદ પોલીસે ફરી એકવાર ડ્રોન ઉડાવીને આરોપીને પકડી પાડ્યો છે.

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દાહોદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી સફળતા બાદ ટીમને બિરદાવી હતી. પોલીસે દિવસ-રાત એક કરી ડ્રોનનો ઉપયોગ કરી સવારે ઝડપી પાડ્યા હતા. DGPએ આરોપીઓને ઝડપવા બદલ શુભેચ્છા આપી હતી. ગત વર્ષે ગુજરાત પોલીસે પોલિસિંગને હાઈટેક બનાવવાનો નિર્ણય કર્યો હતો.

અગઉ ડ્રોન કેમેરાની મદદથી નડાટોડ ગામમાંથી મળેલી માહિતીના આધારે, દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દેવગઢ બારિયા તાલુકાના નડાટોડ ગામ નજીક માદક દ્રવ્યોની તીવ્ર ગંધના આધારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં આરોપી દાદા પ્રેમ પટેલ ખેતરમાં ગાંજાની ખેતી કરતો મળી આવ્યો હતો. જ્યારે પૌત્ર શૈલેષ સૂકો ગાંજો પેક કરીને વેચી રહ્યો હતો. બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત

આ પણ વાંચો:અમીરગઢ હાઈ-વે પર બસ અને કારની ટક્કરમાં ભયાનક અકસ્માત, 5 મુસાફરોના મોત