Surendranagar/ વઢવાણ તાલુકામાં લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમે છોકરીના અટકાવ્યા લગ્ન, આ છે મુખ્ય કારણ

વઢવાણ તાલુકાના ખમીયાણા ગામે તા. 18 ડિસેમ્બરે ના રોજ એક લગ્ન યોજાનાર હતાં જેમાં કન્યાની ઉમર 18 વર્ષ થી નીચે હોવાની માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ની ટીમ બન્ને પક્ષના વડીલોને સમજાવી કાયદાની સમજણ આપી હતી.

Gujarat Others

@સચીન પીઠવા,મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

વઢવાણ તાલુકાના ખમીયાણા ગામે તા. 18 ડિસેમ્બરે ના રોજ એક લગ્ન યોજાનાર હતાં જેમાં કન્યાની ઉમર 18 વર્ષ થી નીચે હોવાની માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ની ટીમ બન્ને પક્ષના વડીલોને સમજાવી કાયદાની સમજણ આપી હતી. આથી તેઓ પણ હાલ લગ્ન ન યોજવા સંમત થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લગ્નની મૌસમ પુર બહારમાં ખીલી છે ત્યારે તા. 18 ડિસેમ્બર ના રોજ વઢવાણ તાલુકાના ખમીયાણા માં એક લગ્ન યોજાનાર હતાં. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢથી જાન આવવાની હતી આ દરમિયાન આ લગ્ન મા કન્યા ની ઉંમર 16 વર્ષ હોવાની માહિતી જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી જે. કે ચૌહાણ અને બાળ સુરક્ષા અધિકારી અજય મોટકાને મળી હતી.

આથી જિલ્લા કલેક્ટર કે. રાજેશ ની સુચના થી ખમીયાણા અને કોંઢ થી બન્ને પક્ષો ના વડીલોને બોલાવી તેમને કાયદાની સમજ અપાઈ હતી આથી વર અને કન્યા ના માતા પિતા સહિત નાઓ સંમત થયાં હતાં અને કન્યાની ઉમર 18 વર્ષ થી ઉપર થાય ત્યારબાદ જ લગ્ન કરવાની ખાતરી આપી હતી આમ. જિલ્લા માં થનાર બાળ લગ્ન તંત્ર ના પ્રયાસોથી અટક્યા હતાં.

લીંબડી-ચુડા-રાજકોટ લોકલ બસ અવારનવાર બંધ કરાતા લોકોમાં રોષની લાગણી, રોજગારી સામે પણ ઉઠ્યા સવાલ

ટંકારમાં મોડી રાત્રે થઈ ચોરી, પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ઊભા થયા સવાલ

મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત

રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…